...

5 views

પ્રેમપત્ર
#HappyValentinesDay #ValentinesDay

કેટકેટલી ભાવનાઓંનો સંગમ છે પ્રેમપત્ર
અવિરત વહેતી લાગણીઓનો પ્રવાહ છે પ્રેમપત્ર

ઇઝહાર કરવાનો કોઈ નીતિનિયમ નહીં એમાં
બસ બેચૈન શ્વાસોનો છવાયેલો નશો છે પ્રેમપત્ર

એક વાયદો એક વચન સાથ નિભાવવાનો જીંદગીભર
ધડકતા દિલોની આંખોમાં સળવળતો ફિતૂર છે પ્રેમપત્ર

પ્રેમભરી વાતો, શાયરીઓ, નટખટ શરારતોં થી લઈ
હૃદય પટલ પર અંકિત એક પ્રેમનું આવરણ છે પ્રેમપત્ર

શ્વાસોની ખુશ્બુ મહેકે છે કાગળ પર ને નામ કોતરાયું હૈયે
એક અજાણી ચાહતની પરિભાષાનું મહેકતું ગુલાબ છે પ્રેમપત્ર

© Shagun