...

1 views

ઓલ્યો કાશીનો નાથ મને લાડ લડાવે
ઓલ્યો કાશીનો નાથ મને લાડ લડાવે,
લાડ લડાવે ને પછી ખોળે બેસાડે.
એક સાદ જો પાડું તો મારે સપને રે આવે,
કોઈ કામનું આભાર જો માનું તો આશિષ વરસાવે.
ઓલ્યો કાશીનો નાથ મને લાડ લડાવે,
કોઈ ભૂલ બતાવી જો ખખડાવું તો મોઢું સંતાડે,
લાડ લડાવે ને પછી ખોળે બેસાડે.
ઓલ્યો કાશીનો નાથ મને લાડ લડાવે,
કોઈ ભૂલ બતાવી જો રિસાઈ જાઉં તો સપને આવી મને મનાવે,
લાડ લડાવે ને પછી ખોળે બેસાડે.

© kalyani