...

1 views

હું ક્યાં બીજા કોઈની વાત કરું છું
" બાળપણની અધૂરી એ જીદ્દ રોજ પૂરી કરું છું,
તારી પાસે બેસીને સાંજે આખા દિવસની વાત કરું છું
બાળપણમાં રોજ હું તને મળવાની જીદ્દ કરતી; અને આજે તું એમ કહે છે કે; હું તને રોજ બપોરે યાદ કરું છું!
તારી સાથે બેસીને અધૂરા સપનાં રોજ પૂરા કરું છું; અને તું એમ કહે છે કે ' હું તારા સપનાઓ રોજ યાદ કરું છું!'
તમને એમ થતું હશે કે હું કોની આ વાતો કરું છું;
અરે! બીજા કોઈની નહીં આ તો મારી અને મારા ' હિંચકા' ની વાત કરું છું."- ભૂમિ


© no