...

14 views

ઝાંપો ઉદાસ છે (પ્રકરણ -10)
અને અચાનક...
સુધા ના મનના ખૂણે સંગ્રહાયેલી યાદોં ના ટોળેટોળા ઉભરાય આવ્યા. ભૂતકાળ એની સામે યુદ્ધ ની મુદ્રામાં..યાદોની રૂપમાં ઉભો હતો... અને એક પિચાશની જેમ અટ્ટહાસ્ય કરી રહ્યો હતો... કડવી યાદોં સાથે... દૂર થોડેજ દૂર થી શરૂઆતી મીઠી યાદો પણ ડોકિયાં કરવા લાગી એ કડવી યાદોને હડસેલી ને મીઠી યાદોં સાથે ખોવાઈ ગઈ...
એને યાદ આવ્યું...
ને કહ્યું...
હીંચકા પર બેઠા બેઠા મેં જોયું કે એ પુસ્તક વાંચી રહ્યો હતો. પણ એનું ધ્યાન મારા તરફ હતું. એની આકર્ષક આંખો ક્યારની મને તાકી રહી હતી. મેંય જોયું... પછી ચુપચાપ હીંચકા પરથી ઉઠીને ઘર કામમાં ગુંથાઈ ગઈ... પણ ત્યાં જ બારણે ટકોરા પડ્યા...
મેં બહાર આવીને દરવાજો ઉઘાડ્યો તો સામે પેલો યુવાન ! મને કાંઈ સૂઝ પડી નહિ કે મારે શું બોલવું ?
કેટલીક પળો બન્ને વચ્ચે મૌન છવાયું. પણ બીજી જ પળે મૌનને ખંડિત કરતા એ બોલ્યો,
' મારી બા તમને બોલાવે છે '
' હાં સારું, થોડીવારમાં આવું છું ' મેં જવાબ આપ્યો.
થોડીવાર પછી હું એમના ઘરે ગઈ. પેલો યુવાન પોતાની બાઈક સાફ કરી રહ્યો હતો, હું એની તરફ હળવેથી જોઈ ને એને બોલાવ્યા વગર સીધી એની માં પાસે ગઈ.
એની બાએ મને બેસવા કહ્યું. પછી બોલી...,
' બેટા અમે અહીં નવા રહેવા આવ્યા છે. મારો દીકરો કોલેજ માં લેક્ચરર છે... બેટા હું તને રોજ રોજ જોવ છું ને બોલવાનું મન થાય.. પણ પરિચય વિના બોલાવવું સારું નહોતું લાગતુ પણ... '
હું ઉમળકાથી એમના વાક્ય પૂરું કરતા પહેલા જ બોલી...
' એમાં પરિચયની શું જરૂર ? ને હવે તો આપણે પડોશી છીએ. ગમે ત્યારે બોલાવી શકો ... વળી મનેય વાતો કરવાનું મન તો હતું જ...'
' બેટા બેસ તું હું ચા -નાસ્તો લાવું. કહી એની બા અંદર ગઈ... થોડીવારમાં એ એક ટ્રે માં ત્રણ ચા ના કપ અને એમાં જ મુકેલી નાનકડી નાસ્તાની પ્લેટ લાવી. અને બૂમ મારી...
' બેટા, બેટા પિનાકીન... ચા પી લે બેટા... '
એ અંદર આવ્યો. મારી સામેની ખુરશીમાં ગોઠવાયો. અમે બધા ચા પીવા લાગ્યાં. ચા પીતી વખતે પણ એનું ધ્યાન મારા તરફ જ હતું. Ane તેથી જ ચા નો કપ એના હાથમાંથી છૂટ્યો અને સીધો એના પગ પર પડ્યો...
' ઓ માં !' એ બૂમ પાડી ઉઠ્યો.
એ દાઝી ગયો હતો. એની માં દોડીને મલમપટ્ટી લઇ આવી ને ઘા પર મલમ લગાડ્યો.
મને હસવું આવી ગયું. પણ એની બાની હાજરીને કારણે હું હસી ન શકી.
પછી તો પરિચય વધ્યો. હું કોઈને કોઈ નિમિતે એની બા ને મળવા આવતી એની બા પણ મારા ઘરે આવતી. ક્યારેક એ મારી વાતો સાંભળતી... ક્યારેક એમની વાતો હું સાંભળતી...
પિનાકીન જોડે પણ મુલાકાત વધવા લાગી. ક્યારેક તો ખરીદી કરવા અમે સાથે જતાં કપડાં ખરીદતા હોય તો પિનાકીન ખાસ આગ્રહ કરીને મને એની પસંદગી ના કપડાં લેવડાવતો.
એક દિવસ મારી માં અને એની બા બહાર ગયા હતા. હું ઘરે એકલી. ઓરડામાં બેઠાં બેઠાં મને ગૂંગળામણ થવા લાગી. હું બહાર હિંચકા પર જઈને બેઠી. પિનાકીન એમના ઘરની બહાર આસોપાલવના ઝાડ નીચે ઉભો હતો. એની તરફ મારી નજર ગઈ. એ મને જ તાકી રહ્યો હતો. હુંયે એને જોઈ રહી... હું એના તરફ ખેંચાવા લાગી. એનેય પાસે બોલાવી. હું એની પાસે ગઈ. એના ઘરમાં ગયા અને બેઠાં. વાતો કરવા લાગ્યાં.
થોડીવાર પછી એ એના કપડાં ઈસ્ત્રી કરવા લાગ્યો. એના હાથમાંથી ઈસ્ત્રી લઇ લેતા એને બેસવાનું જણાવી મેં એના કપડાં ઈસ્ત્રી કરવા લાગી.
એ મારી નજીકની ખુરશીમાં બેઠો હતો. હું એના કપડાને ઈસ્ત્રી કરવા લાગી. એની મારી ફરી નજર મળી... અંગેઅંગમાં એક મધુર કંપન જાગ્યું... હું ઈસ્ત્રી કરતા કરતા સપ્તરંગી સપનામાં ખોવાઈ ગઈ. ને પીનાકીન ક્યારે મારી સાવ નજીક આવી ગયો એનુંયે મને ભાન ન રહ્યું.
એકા- એક મારી નજર એના પર પડી. હું ચમકી ગઈ. પિનાકીન દોડીને મલમ લઇ આવ્યો. મારા હાથ પર એ મલમ લગાવી....
એનો સ્પર્શ.... મારા અંગેઅંગમાં એક અજીબ કંપન પ્રસરાવી ગયો. એને મને અચાનક એના બાહોમાં સમાવી લીધી. હું ચાહવા છતાં એને રોકી ન શકી. ગાલ પર હળવુંક ચુંબન કરી એ રસોડામાં ગયો...અને એણે મારા માટે ચા બનાવી... બંનેએ ચા પીધી.... થોડીવારમાં એની બા પણ આવી ગયી... હું પાછી એની બા સાથે વાતોએ વળગી...
આમને આમ દિવસો વીતવા લાગ્યાં. અને એક દિવસ હું એના ઘરે ગઈ. બા ઘરમાં હતી. પિનાકીન કશા કામથી બહાર ગયો હતો. એની બાએ મને પાસે બોલાવી કહ્યું ...'બેટા સુધા મને મારા પિનાકીનની ખૂબ ચિંતા થાય છે. હું એને કહું કે, દીકરા હવે તારી ઉંમર થઇ લગ્ન થઇ જાય વહુ ઘરમાં આવી જાય તો મને નિરાંત... હું સમજાવી સમજાવી થાકી ગઈ. પણ માને તો ને... મેં એને ત્રણ ચાર છોકરીએ બતાવી પણ એને પસંદ ન આવી... અને બીજે શોધવાનું કહ્યું તો કહે.. 'શી ઉતાવળ છે માં '...તું જ કહે સુધા... એને તો ઉતાવળ ન હોય પણ માને તો ઉતાવળ હોય કે નહિ ?આજકાલના છોકરાંઓ માં ની લાગણી સમજતા જ નથી. '
મારે શો જવાબ આપવો એ મને સમજાયુ નહિ. હું અનુત્તર રહી...
મારી ચુપકીદી જોઈને એ બોલી, 'બેટા સુધા, વહુ બનીને ઘરમાં ક્યારે આવે છે ?'
હું ચમકી ગઈ... થોડી ગભરાઈ પણ ખરી...
' બધું જાણું છું બેટા, ઘણા દિવસોથી જોઉં છું કે તું અને પિનાકીન કેટલા નજીક આવી ગયા છો. બેટા મને કોઈ વાંધો નથી... તમે બંને ખુશ તો હું ખુશ... બેટા મને તો તારા જેવી સુંદર અને શુશીલ દીકરી મળશે એનાથી વધુ મને શું જોઈએ.... '
' બા.... ' કહેતાં હું શરમાઈ ગઈ. અને બા એ મારા માથે હાથ ફેરવતા આશીર્વાદ આપ્યા.
થોડા સમય પછી બંનેના ઘરના સભ્યોની સંમતિથી અમારા લગ્ન નક્કી થયા. લગ્નની તૈયારી જોશભેર થવા લાગી. એક તરફ લગ્ન ની ધામધૂમ હતી તો બીજી તરફ મારી આંખો ma આવનારા જીવનનાં સપનાઓની હારમાળા હતી. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો.... સપનાઓની સંખ્યા પણ વધતી ગઇ... અને એક દિવસે અમારા લગ્ન થઇ ગયા. હું કેટકેટલાંયે સપનાઓ સાથે સાસરામાં આવી... દામ્પત્ય જીવનને રસ રંગ થી છલકાવી દેવાના કેટકેટલાંયે અરમાનો હતાં...
લગ્નની એ પહેલી રાત... સર્વસ્વ ભુલાવી પતિ માં ઓગળી જવાની રાત... પતિના ધબકાર સાથે પોતાના ધબકાર એ એકાકાર કરવાની રાત...
દિલમાં થોડી ગભરામણ અને વધુ ઉત્સુકતા હતી... થોડો ડર અને વધુ આતુરતા હતી...
પણ... પહેલી જ રાતે પિનાકીને મને એક આંચકો આપ્યો... એવો આંચકો કે જે મારા હૃદય ને કારમો ઘા કરી ગયો.
એવો આંચકો જેની મને કલ્પના સુધ્ધા નહોતી....
* * *