...

1 views

યાદ કર
એ સ્મુતિઓ ના જોરે યાદ કર,
જરૂર મારી પડે તો સાદ કર.

ઘટનાના ટકોરે તપાસ મારી કર,
જો ગુનેગાર હોવું તો ફરિયાદ કર.

કોઈ હશે જ્યાં કોઈ નહિ હોય,
ત્યાં તારી જાત સાથે સંવાદ કર.

લાગશે આયખું મારુંય લાંબુ તને,
પણ તારા વિરહના વર્ષોને બાદ કર.

© ashvin chaudhary