...

1 views

મજા આવે છે
કે હું હવે ઊંઘ ની શોધખોળ માં નથી
હવે આ રાતો માં જાગવાની મજા આવે છે

મને નથી ખબર કે એ મારી કિસ્મત માં છે કે નઈ?
પણ ભગવાન જોડે તેને માંગવાની મને મજા આવે છે

શુ ખબર મને કે એનાં ઉપર મારો હક છે કે નઈ?

પણ તેની મારા જીવથી પણ વધારે ચિંતા કરવાની મજા આવે છે

એને પ્રેમ કરવાનો નિર્ણય સાચો રહેશે કે ખોટો એ ખબર નથી પણ હાલ જે થઈ રહ્યું છે ને દોસ્ત,
એ એહસાસ ને માણવાની મજા આવે છે

આગળ જતા અમે સાથે રહેશુ કે નઈ?

પણ એની સાથે એની માટે સપના જોવાની તો મને મજા આવે છે અને એ પણ નથી ખબર કે એ મારી છે કે નઈ?

પણ બધાની સામે એને પોતાની કહેવાની મજા આવે છે

ને આ હૃદય ને સાલુ મારી મારી ને સમજાવ્યું પણ એ સમજ્યુ જ નઈ

શાયદ દિલ ને પણ એના માટે ધડકવાની મજા આવે છે!
© feelshr❤️