વેદના
તમારી નજરમાં ભલે હશે લગર-વગર,
કપડાથી મેલો છે,દિલથી ઉજળો છે,,
આખી જિંદગી રેતીમાં રમી તો જુઓ,
ખેતી કરીને અનાજ પેદા તો કરી જુઓ,
એક વિઘો પાણી રાતના પાઇ તો જુઓ,
બે ચાર ઢાળીયા તમે બાંધી તો જુઓ,,
એક સિઝન હોથે ખેતી કરી તો જુઓ,
ટાઢ તાપ કે ચોમાસુ તમે વેઠી તો જુઓ,,
મરચુને રોટલો ખાઈને દા'ડો કાઢી તો જુઓ,
ખેડૂતની વેદના એકવાર સહી તો જુઓ,,