...

1 views

હક આપ્યો છે તને
પતવાર ચલાવવાનો હક આપ્યો છે તને,
જિંદગી પાર કરવાનો હક આપ્યો છે તને.

રાખી છે અનામત દરેક સાંજ તારા માટે,
પ્રેમ રંગે સજાવવાનો હક આપ્યો છે તને.

આવી શકે તો આવ તું પેલી નદીના કિનારે,
વાયદો નિભાવવાનો હક આપ્યો છે તને.

લખી નાખ્યું છે નામ તારું મારી ગઝલમાં,
ડાયરીમાંથી નિકળી જવાનો હક આપ્યો છે તને.

મળતાં નથી વફાદાર સનમ, બેવફા જગતમાં,
પીઠે ખંજર ભોંકવાનો હક આપ્યો છે તને.
રીતેશ ક્રિશ્ચિયન
@ચાંદ
© चाँद