...

3 views

કોરોના ડૉટ કૉમ -પ્રકરણ -9
' ઓ... મા... ' નૈનાએ દુઃખભર્યા અવાજે ચીસ પાડી.
'શું થયું... ? શું થયું બેટા... ? ' નૈનાની મા રસોડામાં દોડતી આવી નૈનાને પૂછ્યું.
'નહીં મા... કશુ નહીં... બસ જરીક દાઝી ગઈ.. '
'ક્યાં... ? બતાવ... હે ભગવાન... !સાવ બેદરકાર છોકરી છે આ...જરાયે પોતાનું ધ્યાન નથી રાખતી...'
'અરે મા... ટેંશન ના લે... સારું થઇ જશે.. બસ જરાક જ... '
'શું જરાક જ... હાથ લાવ જોવ... 'કહી નૈના નો હાથ પોતાના હાથમા લઇ ફૂંક મારવા લાગી.
નૈના ફૂંક મારતી માને એકીટસે જોઈ રહી...વિચારી રહી 'કાશ મા હૈયે વાગેલા ઘા પણ આમ ફૂંક મારીને તું દૂર કરી દેત તો કેવું સારું હોત... પણ મા એ ઘા તો હું તમને બતાવી પણ નથી સકતી. માના ગળે વળગીને રડવાનું મન થઇ આવ્યું પણ એ તેવું કરી શકે તેમ નહોતી. મનને કઢણ કરી એ બોલી...
' મા હવે બહાર જવાની છૂટછાટ મળી છે, હું એમ વિચારતી હતી કે હું ઘરે જઈ આવું..., થોડા કપડાં પણ લાવવાના છે તો એ પણ લેતી આવું... '
'ઠીક બેટા તું જઈ આવ... હું તો કહું ત્યાં જ રહે પણ તું અને જમાઈ માનતા નથી. હવે હું ઠીક થઇ ગઈ છું બેટા, તું ત્યાં આરામથી રહે... '
'ના ના મા, હું પછી આવી જઈશ, અને બીજી કોઈ પણ ચિંતા તમે ન કરો હું હમણાં ગઈ ને હમણાં આવી... ' કહી નૈના ઘરે જવા માટે તૈયારી કરવા લાગી...
રોડ પર હવે ધીરે ધીરે ચહલ-પહલ વધવા લાગી હતી. શરૂઆતી લોકડાઉન માહોલ મા સાવ સૂના થયેલા રોડ ધીરે ધીરે ફરી ધમ-ધમવા લાગ્યાં હતા. લોકડાઉન સાથે અનલોક ની પ્રક્રિયા શરુ થતા લોકોની જિંદગીની ગાડી પણ ધીરે ધીરે પાટા પર આવવા પા પા પગલી ભરી રહી હતી... પણ નૈનાની જિંદગી જ ક્યાંક ખોવાતી જતી હતી... ઓફિસ નીચે જોયેલું દ્રશ્ય આંખોથી...