ઝાંપો ઉદાસ છે... (પ્રકરણ -5)
'કોણ હશે ?' ના સવાલ સાથે વાસવે દરવાજો ખોલ્યો...
સામે કામવાળી બાઈની દીકરી હતી...
આવતાની સાથે જ બોલી ' વાસવ ભાઈ, બે દિવસ માટે માં ગામ ગઈ છે, તો કામ કરવા હું આવીશ. '
વાસવે 'ઓકે ' કહેતાં હળવુ સ્મિત વેર્યુ.
એ કામકાજ માં પરોવાઈ. વાસવ પણ ફાઇલ્સ ચેકીંગ માટે બેઠો. પણ આજે એનું મન કામમાં બિલકુલ લાગતુ નહોતું. એણે કહ્યું..' જયા બાકીનું કામ પછી કર,પહેલા મને આદુવાળી ચા બનાવી આપ '.
'જી વાસવ ભાઈ ' જયાએ અંદરથી જ જવાબ આપ્યો. થોડીવારમાં એ ચા લઈને આવી. એના ચહેરા તરફ વાસવનું ધ્યાન ગયુ.ને એ જોતો રહ્યો. જયા ને જોઈને એને ગામમાં સાથે ભણતી દિપ્તી યાદ આવી... ને મન ફરી ઉદાસ બન્યુ. આજે ગામ ને ગામ ના લોકો ન જાણે કેમ સતત યાદ આવવા લાગ્યાં.
જયા પોતાનું કામ પતાવી ત્યાંથી ચાલી ગયી. વાસવે દરવાજો બંધ કર્યો.ટીવી ઓન કર્યું. એક પછી એક ચેનલ બદલતો રહ્યો. ને ફરી એને ગામ યાદ આવ્યું. આજે સ્મરણ પટ પર માત્ર ગામના ચિત્રો ઉભરાતા હતા. એણે ટીવી બંધ કર્યું. રિમોટ દૂર ફેંકી દીધું. હવે એને પોતાની જાત પર ગુસ્સો આવી...