...

6 views

મારી સાહિત્ય યાત્રા
સાહિત્ય પ્રકાશ 📝
*મારાં માટે સાહિત્ય ક્ષેત્રે 2023નું વર્ષ કેવું રહ્યું?*

હું શૈમી ઓઝા "લફ્ઝ"અને "મીરાં" ના ઉપનામ થી લખું છું. મહેસાણા થી છું. એમ.એ.નો અભ્યાસ કરું છું.
હું પહેલેથી જ વિચારશીલ હતી. ધીમે ધીમે મારા વિચારો અને ઉર્મીઓને શબ્દોમાં ઢાળતા શીખી.હું રહી 1997નુ મોડલ...
2014 માં કેમ કોલેજમા પ્રવેશ લીધેલો. શાયરીઓના ટ્રેંડમાં પોતાની જાતને એવી રંગી કે વોટ્સએપ સ્ટેટસમાં શાયરી
અરે... રે... આ શુ? જે કોઈ હોય એ એક જ સવાલ કરે કે તમે તો બહુ ભારે કરી હો બાકી?
આ તો ટ્રેન્ડ હતો. અહીં પ્રભાવ ન પડે એવું તો કેમનું બને? 21વર્ષની ઉંમરથી લેખનની દુનિયામાં કદમ રાખ્યું.ધીમે ધીમે પોતાની જાતને શોધતી ગઈ.પહેલી કવિતા મારી કોલેજના યાદગાર દિવસો પર હતી.
ધીમે ધીમે લેખનની સફર શરૂ થઈ ગઈ.સૌ વાચકમિત્રોનો સારો એવો સાથ સહકાર મળ્યો.
હું ઓપન માઈક કાર્યક્રમમાં જાવ છુ.
આકાશવાણી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ મારી રચનાનુ પઠન નીશાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.જી.ટી.પી.એલ.ચેનલમાં પણ મને મારી રચના પઠન કરવાનો મળેલો.
નવભારતમા નવોદિત લેખિકા તરીકે મારો લાઈવ ઈન્ટર્વ્યુ હતો.મને ગાવાનો, લખવાનો,વિડિયો...