...

11 views

કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ -1
'આ થેપલાં તો ખા... '
' ના માં બસ... '
'ને આ શું શૂપ તો પીધું જ નથી '
' બસ... બસ માં પેટ ભરાઈ ગયું... '
શું બેટા... સમજાવી સમજાવી થાકી ગઈ... ઠીકથી જમતી પણ નથી '
'માં ટિફિન લીધું છે ને... ઓફિસમાં જમી લઈશ... '
નૈના ફટાફટ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થતી જ હતી કે માં ફરી બોલી...
' બેટા આ જ્યુસ તો પી લે... '
' શું માં તું પણ..., લાવ... 'કહી માંના હાથમાંથી જ્યુસનો ગ્લાસ લઇ એકી શ્વાસે બધું જ્યુસ પી ગઈ.
'ડ્રાઈવર ગાડી બહાર લાવ...' પોતાનું બેગ લેતા નૈનાએ બૂમ પાડી.
'જી મેડમ...' કહેતાં ડ્રાઈવર ગાડી લેવા દોડ્યો.
'બાય.. માં... ટેક કૅર... ને હા કામ જ ન કરતી રહેતી આરામ પણ કરજે... ' કહેતાં કહેતાં ગાડીમાં બેસી ગઈ.
ગાડી માંડ દરવાજાની બહાર જ નીકળી હશે ત્યાં જ ફોન આવ્યો...પણ કોઈ પણ ફોન લેવાનું એને બિલકુલ પણ મન નહોતું એટલે એણે કોનો ફોન છે એ પણ જોયું નહીં. પણ બીજી જ પળે થયું કદાચ ઓફિસથી હોય શકે યા જરૂરી ફોન હશે તો ? એણે તરત મોબાઈલ પર્સમાંથી બહાર કાઢ્યો. જોયું તો અવિનાશનો ફોન હતો. ઓફિસ પહોંચી ફોન કરી લઈશ એમ વિચારી મોબાઈલ બાજુમાં મુક્યો. ગાડી આગળ વધી રહી હતી. સાવ માનવ વિહોણા, વાહન વિહોણા રોડ ને જોઈને એ કંપી ગયી. પાંચ વર્ષથી ટી. પી. ડબ્લ્યુ. ન્યૂઝમાં જોબ કરતી... રોજ આજ રોડેથી જતી... પણ આટલા નિર્જીવતો ક્યારેય નહોતા લાગ્યાં આ રોડ...કોરોના વાયરસના કહેરના કારણે થયેલા...