...

1 views

બે એનોખી જુડવા બહેનો - ૪
એક દિવસ રીમાના મહાવિદ્યાલયમાં એક નવા યુવાન સ્માર્ટ અને સુંદર પ્રોફેસર આવ્યા વિનય પ્રોફેસરને બદલે.

તેમને વર્ગમાં આવીને કહ્યું, "આજથી હું તમારો પ્રોફેસર છું. મારું નામ આદિત્ય છે.”

પછી તેણે ભણવવાનું શરૂ કર્યું.

ભાણવતા ભણાવતા તેમનું ધ્યાન રીમા તરફ ગયું ને તે એને જોયા કરતા હતા ને રીમા પણ તેમને જોઈને મોહી ગઈ. પછી રીસેસ પડી એટલે બધા જમવા ગયા ને તે પણ બીજા પ્રોફેસરો સાથે પ્રોફેસર રૂમમાં જમવા ગયા.

રીમા જ્યાં જમતી હતી એની સામે આદિત્ય પ્રોફેસર જમત હતા. તેને રીમા કાચમાંથી દેખાતી હતી. તેનું ધ્યાન ખાતાં ખાતાં રીમા પર જ હતું. રીમા સંધ્યા સાથે હતી એટલે એનું ધ્યાન પ્રોફેસર તરફ ન હતું.

એક બાજુ આદિત્ય પ્રોફેસર ત્યાંથી ઊભા થયા. બીજી બાજુ રીમા અને સંધ્યા ઊભા થયા એટલે બંને એક બીજાને મળ્યા. રીમા અને આદિત્ય પ્રોફેસર એકબીજાને જોઈને ખુશ થઈ ગયા.

આદિત્ય પ્રોફેસરે રીમાને પૂછ્યું કઈ બાજુ ચાલી ?

રીમાએ કીધું, “લાઈબ્રરીમાં જાઉં છું પછી વર્ગમાં આવીશ.” તેમણે કહ્યું, “હું પણ ત્યાં જ જાઉં છું.” સંધ્યાને વર્ગમાં કામ હતું એટલે તે ન ગઈ.

રીમા અને આદિત્ય પ્રોફેસર લાઈબ્રેરી તરફ જતા હતા. લાઈબ્રેરીના દાદરા પર ચડયાં ત્યારે અચાનક એક દાદરો ખરાબ હોવાથી રીમાનો પગ મચકોડાઈ ગયો ને તે આદિત્ય પ્રોફેસર ઉપર પડી ને આદિત્યે એને પકડી લીધી. બંને એક બીજાને જોયા કરતા હતા. પછી ધીરે ધીરે થોડું ઉપર ચડયા અને આદિત્યે એનો હાથ પકડીને અંદર લાયબ્રેરીમાં ચડાવ્યું. રીમાને બહુ ગમ્યું કે એનું કેટલું ધ્યાન રાખે છે. એનું ધ્યાન રાખવા કોઈક તો છે. પછી થોડીવાર બંને લાઈબ્રેરીમાં બેઠા ને બંને એક બીજા તરફ જ જોવા લાગ્યા.

પછી લાઈબ્રેરીમાંથી પાછા આવતા હતા ત્યારે આદિત્ય પ્રોફેસરે રીમાને કહ્યું કોઈ રહેવાની જગ્યા હોય તો કહેજે. હું અહીંયાનો નથી ને મને આ જગ્યા કરતા અલગ જગ્યા રહેવાનું પસંદ છે.

રીમાએ કહ્યું, “ઠીક છે હું તમને કઈશ.”

રીમા પણ મનમાં વિચારતી હતી બાજુમાં આવે તો કેટલું સારું.હવે રીમા એના વર્ગમાં ગઈ ને આદિત્ય પ્રોફેસર રૂમમાં.

આદિત્યના લેક્ચર ને હજી વાર હતી. રીમા આદિત્ય પ્રોફેસરના લેક્ચરની આતુરતાથી રાહ જોઈ રહી હતી. થોડી વાર પછી તે આવી ગયા. તેને જોઈને એના આનંદનો પાર ન હતો. તેને એને મળવું હતું પણ એને સમજાતું ન હતું કેવી રીતે મળું. આદિત્યની પણ એવીજ ઈચ્છા હતી.

રીમાને આદિત્ય સાથે ઘરે જવાની ઈચ્છા હતી ને એની સાથે બહુ વાતો કરવાનું મન હતું.

આજનાં દિવસનું છેલ્લું લેક્ચર આદિત્યનું જ હતું.

રીમાની પેન આદિત્યના પગ આગળ પળી. બંને ઉપાડવા ગયા તો બંનેના માથા ભટકાયા.

રીમાએ આદિત્યને ધીમેથી કહ્યું મને તમને કાંઈ પૂછવું છે. વાંધો ન હોય તો તમે મને મહાવિદ્યાલયથી દૂર એક છેડે મળજો.

આદિત્યે ઈશારાથી હા કહ્યું.

રીમાએ ટીનાને કહ્યું, “મને કામ છે આજે તું ઘરે ચાલી જા.” ટીના તો આ સાંભળી ખુશ થઈ કે એને એની બહેન સાથે જવું નહીં પડે.

ક્રમશ: