...

3 views

ધારાવાહિક બે અનોખી જુડવા બહેનાે-૧
આ વાર્તા સંસ્કારી માતા-પિતાની જોડિયા દિકરીઓ રીમા ને ટીનાની છે. બન્નેના સ્વભાવમાં આસમાન-જમીનનું અંતર હતું. રીમા સીધી સાદી ને શિષ્ટ હતી. ટીના અડીયલ ને અભિમાની હતી. રીમા ટીનાના સ્વભાવને કારણે દુઃખી રહેતી. એક દિવસ રીમાનું જીવન કેવી રીતે બદલાઈ જાય છે. એના માટે આ ધારાવાહિક જરૂર વાંચો.

ધારાવાહિક બે અનોખી જુડવા બહેનાે-૧:

વહેલી સવાર હતી ને સંસ્કારી માતા-પિતાની જોડિયા દિકરીઓ રીમા ને ટીના ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા બેઠી હતી. એક બાજુ રીમા ને બીજી બાજુ ટીના નાસ્તો કરતી હતી. ટીના રીમાને જાણી જોઈ ને હેરાન કરતી હતી. ટીના નાસ્તો કરતા કરતા રીમાને કહેતી, તને કાંઈ આવડતું નથી આમ ન બેસાય ને ખાવાય. તે બડબડ કર્યા કરતી પણ રીમા કાંઈ બોલતી જ નહીં ચૂપ ચાપ નાસ્તો કરીને ત્યાંથી જતી રહેતી.

ટીનાને એના માતા-પિતા ખુબ સમજાવતા કે રીમા તારા કરતા મોટી છે. તને એના જોડે આ રીતે વાત ન કરાય પણ તે માનતી જ નહીં. માતા પિતા કહેતા એટલે એમનું માન રાખવા માટે રીમા ટીના સાથે મહાવિદ્યાલય જતી હતી. રીમા અને ટીનાના સ્વભાવમાં આસમાન-જમીનનું અંતર હતું. રીમા સીધી સાધી ને શિષ્ટ હતી. ટીના અડીયલ ને અભિમાની હતી.

રીમા ને ટીના એકજ મહાવિદ્યાલયના વર્ગમાં ભણતા હતા. ટીનાના આવા સ્વભાવને કારણે રીમા એની સાથે કામ વગર વાત કરવાનું પસંદ ન કરતી.થોડી વારમાં જ બન્ને મહાવિદ્યાલય જવા નિકળ્યા. બન્ને પહોંચ્યા ને એમના વર્ગમાં બેઠા. રીમા ટીના સાથે ક્યારે ન બેસતી. એના વિચિત્ર સ્વભાવને લીધે તે જરૂરિયાત વગર વાતો પણ ન કરતી. રીમા તો એની બહેનપણી સંધ્યા સાથે જ બેસતી. મહાવિદ્યાલયનો પહેલો લેક્ચર હતો. રીમા અને સંધ્યા ધ્યાનપૂર્વક સાંભળતા હતા. તેમને ભણવામાં ખૂબ જ રસ હતો. ટીના ખાલી બેસવાને ખાતર બેસતી, એનું ભણવામાં ધ્યાન હતું જ નહીં. રીમા ને ખબર હતી પણ તે એને કાંઈ કહેતી નહીં કેમ કે એને કહેવાનું કોઈ અર્થ ન હતો. તેને સમજાવું એટલે “ભેંસ આગળ ભાગવત”.

હવે બીજો લેક્ચર ચાલુ થવાનું હતો. રીમા ને સંધ્યા તો ચોપડી ખોલીને બેસી ગયા ને લેક્ચરર પણ ભણાવવા માટે આવી ગયા. હવે લેક્ચરર ભણાવવા લાગ્યા. બધાનું ભણવામાં જ ધ્યાન હતું ટીના સિવાય. ટીના ફક્ત સાંભળવા ખાતર સાંભળતી.

આગળ શું થાય છે. એના માટે જોડાજો .

ક્રમશ: