...

2 views

U bury me......
'મને અગ્નિદાહ તમે જ આપજો'. નિરાશાજનક, અરુચિકર અને ઉદાસ લાગતા આ સ્ટેટમેન્ટની પાછળ રોમેન્ટિસીઝમ હોય શકે, એની આપણને કલ્પના પણ ન હોય.

આ વાત છે અરેબિક ભાષાના એક સુંદર શબ્દની, જે પ્રેમ અને રોમેન્સની એક નવી પરિભાષા લઈને આવે છે. એ શબ્દ છે Ya’aburnee જેનો ઉચ્ચાર થાય યાક-બરની. એનો અંગ્રેજી અર્થ થાય ‘You bury me’ એટલે કે ‘તમે મને દાટજો.’ આ શબ્દ-પ્રયોગ આપણા જીવનસાથી, સ્વજન, મિત્ર કે પ્રેમીને સંબોધીને કરવામાં આવે છે.

પ્રિયજનને ‘યાક-બરની’ કહેવા પાછળનો ભાવ એ હોય છે કે તમારી પહેલા હું મૃત્યુ પામીશ, કારણકે તમારા વગર હું જીવી નહીં શકું. હું મારા છેલ્લા શ્વાસ સુધી તમને ચાહતો રહીશ. તમારી અંતિમવિધિ જોઈ શકું, એટલી...