...

13 views

મા,
મા,

ફક્ત એક શબ્દ પણ તાકાત આખું જગત સંભાળવાની. સૃષ્ટિમાં લખાયું ઘણું છે અને રચાયું પણ ઘણું છે તારા વિશે.

જન્મતાવેંત તને જોઈ હતી 25 વર્ષ પછી પણ આંખ આખી ખોલતા પહેલા તને જોઉં છું.
રૂપ તારું કેવું કરિશ્મા વાળું છે ગોરી હોય કે કાળી, જાડી હોય કે પાતળી, ભણેલી હોય કે અભણ, પણ મા બધાની એક જેવી.

મા,

નાનપણમાં માર્યું પણ હતું,
જવાનીમાં સંભાળ્યું પણ ખરું.
ભુલ સુધારવાની હિંમત પણ આપી
પગભર ઉભુ રેહવાની શીખ પણ આપી.
સંસાર સાથે ચાલવાની ક્ષમતા પણ આપી.

એકલા માં રેડી લેવાનું બધા સાથે હસી લેવાનું એવું પાત્ર પણ આપ્યું. મોટા નો આદર કરવો, નાના નો સાથ પણ આપવો એવા સંસ્કાર પણ આપ્યા.
રસ્તા ઘણા છે પણ ક્યાં ચાલવું અને ક્યાં રુકવું તેવા નિર્ણય કરવાનો અધિકાર પણ આપ્યો. પારકાને પોતાના કરવાની ધીરજ પણ બતાવી.

મા,

તારા માટે લખવા મારી આ કલમ અને કાગળ પણ ઓછા છે. છતાં કાગળમાં સમાવવાની કોશિશ કરું છું. પણ અંતે તો તું મારી માં છોને મારી ખુશી ખાતર કાગળના આ બે પાનામાં પણ લઈ લઈશ.




© heenatales
#maa #mother