બાળપણ
સાહેબ બાળપણ દિવસો પણ કંઇક અલગ જ હતા
નાં કોઈ ટેન્શન નાં કોઈ ચિંતા બસ આખો દિવસ મિત્રો ની સાથે રમત ની મજા. જ્યારે નાના હતા ત્યારે અનેક પ્રકાર ની રમતો રમતા હતા પણ અત્યારે બસ એ યાદો જ રહી ગઈ છે.જ્યારે નાના હતા ત્યારે સ્કૂલ નું વેકેશન પડે ને તરત જ મામાં નાં ઘરે જવાની ઉતાવળ ત્યાં જવા માટે આખું વર્ષ રાહ જોતા હતા.ત્યારે અનેક પ્રકાર ની રમતો હતી કે આખો દિવસ ક્યાં નીકળી જાય ખબર નાં પડે, સ્કૂલ થી આવી ને બેગ મૂકી ને તરત જ રમવા નીકળી જતા હતા ખરેખર એ દિવસો બહુ જ સારા હતા.જ્યારે નાના હતા ત્યારે એવું વિચારતા હતા કે ક્યારે આ સ્કૂલ પૂરી થાય ને અમે પણ કોલેજ જઈ એ અને જ્યારે આજે કોલેજ માં છીએ તો એવું થાય કે કાશ આજે પણ એ સ્કૂલ ચાલુ હોય.પણ એક વાર એ બાળપણ જતું રહે પછી પાછું આવતું નથી ક્યારેક કિટ્ટા તો ક્યારેક બિચ્ચા આવી રીતે મિત્રતા જળવાઈ રહેતી હતી
એટલે જ કદાચ આજે મને બાળપણ બઉ જ યાદ આવે છે હા એટલે જ મને બાળપણ બઉ યાદ આવે છે .
© the_writer2918