...

2 views

બે અનોખી જુડવા બહેનો - ૬
હવે આદિત્ય રીમાને ઘરના નાકા સુધી મુકવા ગયો. હવે રીમા ઘરે પહોંચી ગઈ. તે એના રૂમમાં ચાલી ગઈ. તે થોડી વાર ભણવા લાગી ને સુઈ ગઈ.

હવે રીમા સવારના તૈયાર થઈ ને ઘરેથી નીકળતી હતી ત્યારે એને એની માતાને કહ્યું, “હું ભણવા જાઉં છું ને ત્યાંથી મહાવિદ્યાલય જઈશ અને સાંજના હું પાછી ભણવા જઈશ અને ત્યાંજ આજુ બાજુ જમી લઈશ. ટીનાને કહેજે પોતે મહાવિદ્યાલયમાં આવી જાય. હું જાઉં છું. કંઈ કામ હોય તો ફોન કરજે. હું ભણતી હોઈશ ત્યારે ફોન નહીં ઉપાડું.”

રીમાની માતા એ કહ્યું, “ ઠીક છે સમયસર ઘરે આવી જજે.”

“હા મમી. હવેથી રોજ જવું પડશે.”

રીમા ઘરેથી નિકળીને એના ઘરથી દૂર છેડે આદિત્યને મળી. રીમા એની સાથે બાઈક પર બેઠી.

આદિત્યે પૂછ્યું, "બરાબર બેઠી છે ? રીમા”

રીમાએ કહ્યું, “હા હું બરાબર બેસી ગઈ.”

આદિત્યએ કીધું, “બરાબર પકડજે”.

“હા આદિત્ય તમે છો પછી મને ચિંતા જ નથી.”

“અછા રીમા.”

“હા આદિત્ય મને ખબર છે તમે મને નુકસાન પહોંચાડી ન શકો.”

“રીમા તું મને એટલું જલ્દી ઓળખી ગઈ. આપણે તો હજી બહુ મળ્યા પણ નથી.”

રીમા હસતા હસતા બોલી “હા સર મેં તમને જલ્દી ઓળખી લીધા.”

“પાછું સર કીધું રીમા”

ફરી હસતા હસતા બોલી “હવે તમે મને ભણાવસો એટલે હવે મારે સર કેવું પડશે.”

“ના ના રીમા મહાવિદ્યાલય સિવાય બીજે તને આદિત્ય કહેવાનું.”

મીરાએ કહું, “ઠીક છે.”

આદિત્યે પૂછ્યું “હવે ચાલું કરું બાઈક રીમા?”

રીમા એ કહ્યું, “ હા પહેલા તમારા ઘર આગળ ગાર્ડનમાં લઈ જજો.”

“હા હા મીરા તું કહીશ ત્યાં રોકીશ.”

“રીમા ગાર્ડન આવી ગયું.”

“હા આદિત્ય અહીંયા બાઈક રોકો.”

રીમાએ કહ્યું “ચાલો અહીંયા થોડી વાર સાથે ચાલીએ”

ત્યાર પછી બન્ને સાથે ચાલવા લાગ્યા. થોડી વાર સુધી ચાલ્યા.

રીમા બોલી,”ચાલો ને કંઈ રમીએ પછી નાસ્તો કરીને ભણશું.”

“હા ચાલ રીમા તું...