...

1 views

કાળી ચૌદસ ની ભયાનક રાત
કાળી ચૌદસ ની રાત મિત્રો આમ તો ખુબજ ભયાનક અને ડરાવાની હોય છે અને એમાં પણ તે રાત ના થયેલા અનુભવ માણસો ને આખી જિંદગી યાદગાર રહેતા હોય છે અને તેના ડર સાથે આખું જીવન પસાર કરતા હોય છે . તો ચાલો આપણે પણ એક એવા જ સફર ની વાત કરીએ અને આપણે પણ જીવનમાં થોડા સાચા ડર નો અનુભવ કરીએ .

કેશવ નગર નામનું એક ગામ હતું ત્યાં આગળ એક કનુભાઈ નામના માણસ રહેતા હતા તેઓ કાળી ચૌદસ ની રાતે દર વર્ષે સાધવા જતા હતા અને વિધિ કરવા શમશાન માં જતા હતા .તેઓ આ વર્ષે પણ વિધિ કરવા શમશાન માં જવાના હોય છે .ગામના ઘણાં લોકો એમને ખુબજ સમજાવે છે કનુભાઈ દરેક દિવસો અને વર્ષો સરખા નહિ હોતા અને તમે દર વર્ષે ત્યાં જાઓ છો પણ મહેરબાની કરીને આ વર્ષ નહિ જાઓ કેમકે આ વર્ષ ખુબજ ભોગ લેવાયા છે ત્યાં આગળ અને તમારું જવું હિતાવહ નથી એટલે રહેવા દો .

પણ કનુભાઈ પોતાની જ મસ્તીમાં કે એતો રહેવાનું અને સાચા મર્દ હોય એ ડરે નહીં તમે બધા ડરપોક છો જે ડરો છો અને આવી વાતો થી હુતો દર વર્ષે જવું છું એટલે આ વર્ષે પણ જવાનો જોવું કે ત્યાં કોણ આવે અને કેવુ આવે અને મારાથી તો બધા બીવે કેમકે મારી શક્તિ જ એવી છે કે કોઈ ભૂત આવતા પણ વિચાર કરે .કશું ના થાય તો પણ ગામ વારા ઘણા લોકો કે અમને તમારા પર પૂરો વિશ્વાસ છે પણ અમે તમને જાતે કરીને મોત ના છાંયડા માં જવા દેવા નહીં માંગતા અને તમે ત્યાં શમશાન માં જવાની ખોટી જીદ કરો છો .

કનુભાઈ કે એવા તો કેટલાય ના પાણી મપાય છે ત્યાં આગળ મારુ પાણી કાઢવાની તાકાત એમનામાં નથી મારી શક્તિ ની વાત જ અનોખી છે .શું કહેવું જીવાભાઈ બરાબર ને .જીવાભાઈ કે વાત તો બરાબર છે પણ મોત જયારે આવાનું હોય ત્યારે એક ઈશારો કરે છે અને સમજાવે છે પણ પછી જેવી તમારી ઈચ્છા .કનુભાઈ કે આજે અને આ વર્ષે ખબર નહિ તમે કેમ આવી વાતો કરો છો .જીવાભાઈ કે લાગે તમે કાલ સવાર નો સૂરજ જોવા જીવતા રહેશો એતો ભગવાન ને ખબર .કનુભાઈ કે હા એતો રાતે ખબર 11 વાગે .અને હું એકલો નથી મારી સાથે મારા પાડોશી અમથાભાઈ પણ છે અમે બંને છીએ .એટલે ચિંતા નહીં .જીવાભાઈ કે અમથા નું મગજ ફરી ગયું હ તે તારો સાથ આપે અને આગળ પાછળ કોઈ નહિ એટલે ચાલે .અમારી તો કેવાની ફરજ બાકી તમારી ઈચ્છા .

ત્યાં કનુભાઈ પોતાની જ વાતોમાં કહે છે કે એતો તમે ડરપોક છો એટલે ડરો છો અને બીજાને બીવડાવો છો .જીવા ભાઈ કે એતો આજે રાતે ખબર .ત્યાં રાતના 11 વાગે છે અને અમથા ભાઈ અને કનુભાઈ બને શમશાન માં વિધિ કરવા પહોંચે છે .અને ત્યાં જઈને હવે .....

કનુભાઈ કહે છે કે જુવો અમથાભાઈ બધા મોટી મોટી વાતો કરે છે પણ કોઈ દેખાય ખરા એકલું અંધારું છે અને સાથે આપણે વડા અને પુરી લાવીએ છીએ તો ચાલો થોડા અંદર જઈને બેસીએ અને વિધિ શરૂ કરીએ .ત્યાં અમથાભાઈ કહે છે આપને અંદર આવી ગયા છીએ અને વધુ જવું મોતને આમંત્રણ આપવામાં આવે એવું લાગે .તો અહીંયા બરોબર છે .

કનુભાઈ કહે છે કે શું તમે પણ સાથે આવીને ડરો છો મારી શક્તિ ઉપર ભરોસો લાગતો નહીં તમને આવો હજુ થોડા અંદર જઈએ .અમથાભાઈ અને કનુભાઈ શમશાન માં ખુબજ અંદર સુધી જઈને કંકુ થી કુંડારું કરીને વચ્ચે બેસે છે .અને વિધિ શરૂ કરે છે .અને થોડો સમય થતા ની સાથે જ હવે રાતના લઘભગ 12 વાગે છે અને શમશાન જાગવાની શરૂઆત થાય છે .

અને ત્યાંજ શરૂઆત થતા ની સાથે જોરદાર પવન ફૂંકાવા ની શરૂઆત થાય છે જાણે કે આંધી આવી હોય અને બીજા સાધકો તો શમશાન છોડીને જ ભાગી જાય છે પણ કનુભાઈ પોતાની વિધિ માં મસ્ત રહે છે અને ચાલુ પણ રાખે છે .ત્યાં જ કેટલાક જોરદાર અવાજો સંભરાય છે આત્માની ચિચિયારીઓ અને રોવાના અને હાસ્ય ના અવાજો અમથાભાઈ નું હૃદય ધ્રુજાવી નાખે છે .ત્યાં એકદમ અંધારપટ છવાઈ જાય છે .અને કનુભાઈ પણ વિધિ કરતા ની સાથે ધ્રુજવા લાગે છે .અને ખુબજ એમને ત્યાં શરીર ગરમ થયી જાય છે જાણે કે તાવ ની અગ્નિ માં શેકાતું હોય .

ત્યારબાદ અનેક નવા નવા સ્વરૂપો ધરીને આત્માઓ તેમની સામે આવે છે જેમકે તેમના પુત્રવધુ , પત્ની એમના બાળકો દરેક નું રૂપ લઈને આત્માઓ આવતી હોય છે અને એક જ વાત કહેતી હોય છે કે તમે ઘરે ચાલો અને રહેવા દો આ બધુ .પણ કનુભાઈ ને થોડો અનુભવ હોય છે એટલે ત્યાંથી તેઓ કોઈ જવાબ આપતા નથી .પણ અમથાભાઈ ને આ બધું જોઈને ખુબજ ડર માથે બેસી જાય છે .

ત્યારબાદ ડરામણા અવાજ વધે છે અને અનેક ચિચિયારીઓ અને હાસ્ય ના અવાજો કાળજું કમ્પાવી નાખે છે .કનુંભાઈ છતાંપણ કઈ પણ જવાબ આપ્યા વગર વિધિમાં વ્યસ્ત રહે છે .ત્યારબાદ આત્માઓ વિધિ ભંગ કરવા માટે અનેક તરકીબો નિકાળે છે અને મૃત્યુ ના અવાજો અને કાર્યો કરે અને બધી આત્માઓ કુંડારા ની આજુબાજુ આવીને ઉભી રહે છે .તે જોઈને અમથાભાઈ બેહોશ થયી જાય છે .પણ કનુભાઈ પોતાની વિધિ માં વ્યસ્ત રહે છે .ત્યારબાદ એક આત્મા વિધિ ભંગ કરવા છલ રચે અને કનુભાઈ નો દીકરો જે 12 વર્ષ નો હતો એને જાનથી મારી નાખવાનો અને ડરાવાનો સિન રચે છે .

જે જોઈને કનુભાઈ પણ ડરવા લાગે છે અને સૌથી મોટી ભુલ એ હોય છે કે તેઓ આત્માની જે શક્તિઓ નો અંદાજો લગાવીને આવે છે એનાથી પણ અનેક ઘણી પ્રબળ શક્તિઓ તેમના કુંડારા ની આજુબાજુ આવીને ઉભી હોય છે જે કુંડારા માં પ્રવેશ માટે અનેક તરકીબો અજમાવે છે જે ખુબજ ભયાનક હોય છે .કનુભાઈ ને ડરાવે અને ધમકાવે છે કે તમે અહીંથી ચાલ્યા જાઓ નહીંતર તમારો પતો પણ નહીં લાગે .પણ તેઓ ડરતા નથી .અને કહે છે તમારે જે કરવું હોય તે કરો હું મારી વિધિ ચાલુ રાખીશ .

અને પછી તેઓ વડા અને પૂરીઓ આત્મા ને એ વચને આપે છે કે તેઓ તેમને સુરક્ષિત જવા દેશે અને કંઈપણ નુકશાન નહીં પહોંચાડે .પણ આત્માઓ ની પ્રબળ શક્તિઓ ના કારણે ખુબજ પવન ફૂંકાય છે અને ડરનો કડવો અનુભવ શરૂ થાય છે અને જે કુંડારુ સુરક્ષા માટે કનુભાઈ એ બનાવ્યું હતું તે સંપૂર્ણ પણે આત્માઓ ની શક્તિ રોકવામાં નિષ્ફળ જાય છે અને કેટલીક આત્માઓ બહારથી જ હુમલા શરૂ કરે છે .જેના કારણે કનુભાઈ ને વિધિ પુરી થતી નથી અને તેઓ આ હુમલા ના કારણે ખુબજ ડરી જાય છે .અને તેઓ આગળ મંત્રોચ્ચાર કરતા પણ જીભ લથડાય છે ને ધુર્જે છે અને તેમનું શરીર પણ તાવ ની ભઠ્ઠીમાં શેકાય છે પરિણામે તેઓ આગળ વિધિ પુરી કરી શકતા નથી અને આત્માઓ કુંડારા ની શક્તિ ને પડતી મૂકીને અંદર પ્રવેશ કરી જાય છે .અને કનુભાઈ ને અમથાભાઈ ને પેટ ચીરીને ફાડી નાખે છે અને બંનેનું મૃત્યુ થાય છે . કારણે ગામમાં પણ દહેશત વધે છે . અને ગામ લોકો પણ સવારે બને ને શોધવા જાય છે પણ કંઈપણ વસ્તુ કે તેમનો હતોપતો મળતો નથી અને તેઓ હંમેશા માટે દુનિયાથી નામશેષ બની જાય છે અને તેના પરિણામે ગામમાં પણ આત્માઓ નો ભોગ લેવાનો શીલશિલો વધે છે અને ધીમે ધીમે ગામના લોકો ભય અને દહેશતમાં જિંદગી પસાર કરવા મજબુર બને છે .પોતાની જિંદગી ના અંતિમ વિશ્વાસે ગામમાં થી પલાયન કરે છે અને ગામ પણ નામશેષ બની જાય છે .

એટલે મિત્રો બને એટલું આવી વિધિ થી દુર રહીને ભગવાન ની ભક્તિ કરવી અને સુખી થી ભક્તિમય જીવન પસાર કરવું અને જીવનમાં આગળ વધવું અને ભગવાન ની શ્રદ્ધા અને ભક્તિ જ મોટી તાકાત છે જેને કોઈ દિવસ ભૂલવી નહીં અને ભગવાન ના શરણે રહેવું .



.


© All Rights Reserved