...

7 views

bus no. 143
તમને પહેલીવાર પ્રેમ ક્યારે થયેલો?
કદાચ બધાની જેમ પહેલી વાર સ્કૂલ માં જ થયો હશે અને ત્યાં જ કોઈને 143 કહ્યું હશે, 143 નો અર્થ તો ખબર જ હશે, આ તો સ્કૂલ માં જ ખબર પડી ગઈ હશે કોડ લેન્ગવેજ માં પ્રપોઝ કરવાની જાણીતી રીત છે,છતાં કહી દવ જેને ન ખબર હોઈ તેને, 143 એટલે i love you. તેના અક્ષર ની સંખ્યા પરથી રાખવામાં આવ્યું છે, પણ શું તે સાચો પ્રેમ હતો?
મારી વાત કરું તો હજું સુધી મને એટ્રેકશન અને પ્રેમ વચ્ચેનો ફરક સમજી નથી શક્યો, પહેલા પ્રેમ લાગે પછી 1-2 અઠવાડિયા જાય એટલે અહેસાસ થાય કે મેય બી તે ખાલી એટ્રેકશન જ હતું, પહેલી વાર મને પ્રેમ તે દિવસે થયો હતો.

6/8/2018
બસ નં :143 માં હું બેઠો હતો અને કોલેજ તરફ હું રવાના થતો હતો, બસ પેસેંજરો થી ખૂબ દબાઈ ને ભરાયેલી હતી, ઉભા રહેવાની જગ્યા પણ ન હતી, પરંતુ હું બસ ની શરૂઆત ના સ્ટેશન થી બેઠો હતો એટલે મને જગ્યા મળી ગયી હતી, તે પણ બારીવાળી સીટ, હું કાન માં ઈયરફોન નાખી મસ્ત સોન્ગ સાંભળી રહ્યો હતો અને પાછળ જતી દુનિયા ને નિહાળી રહ્યો હતો, એટલું રિલેશન ફિલ થતું હતું, પણ એટલુંજ બીજા ને ઉભા જોઈ ખરાબ પણ લાગતું હતું, ત્યાં અચાનક એક છોકરી એ  બસ માં એન્ટ્રી મારી  તેને જાણે બસ નઈ પરંતુ મારા દિલ માં એન્ટ્રી મારી એવું લાગવા લાગ્યું, તે જ પોઇન્ટ હતો મારી લાઇફ નો જેમાં લોકો પાગલ બનવા નું સ્ટાર્ટ કરે છે, તેનું નિર્દેશન પણ કરી નથી શકાતું એટલી ક્યુટ હતી, કર્લી શોર્ટ હૈર, આંખે ચશ્માં અને ચશ્માં પાછળ સંતાયેલી તે આંખો, હું ત્યાંજ ફ્લૅટ થઇ ગયો.
તે હાથ લંબાવી ને સહારો લઇ ને મારી તરફ વધવા લાગી ઉભા રહેવા માટે, બસ હવે તો તમને ખબર પડી જ ગઈ હશે મારી શું હાલત થઇ હશે, એક દમ "ટોમ એન્ડ જેરી " ના શૉ માં જેરી નું દિલ કેવું ધડકે  બસ એવું જ થવા લાગ્યું જાણે હમણાં બહાર આવી જશે
પછી શું, હું મારું ધ્યાન બારી તરફ કર્યું, તેની આંખો જગ્યા ની શોધ કરવા લાગી, ત્યાં અમારી આંખો એક બીજા સાથે ટકરાઈ, કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે eye contact થાય ત્યારે કેટલું ઓકવર્ડ લાગે તમને તો ખબર જ હશે, અમેં  આંખો ફેરવી લીધી, થોડીવાર રહી ફરી એવું જ થયું, આ સમયે તેની આંખો એ ઉપર જોયું અને પછી થોડાક જ સમય માં સામાન્ય નજર તિખી નજર માં ફેરવાઈ ગઈ, એકદમ દૂધ ગરમ થઇ જેટલું ફાસ્ટ ઉભરાઈ તેટલીજ જલ્દી તેની આંખો ચેન્જ થઇ ગઈ, જેવી તેની નજર બીજી તરફ ગઈ એટલે મેં ઉપર જોયું ત્યારે ખબર પડી તે સીટ વૃદ્ધઓ અને સ્ત્રીઓ માટે હતી, મારી આજુબાજુ પણ બધા જુવાન જ હતાં એટલે મને તેનો કોઈ આઈડિયા ન હતો,હવે શું કરવું? જો હું તેને સીટ આપું તો તે સમજે ઈમ્પ્રેસ કરવા માટે બધું કરે છે અને ન આપું તો મને ખરાબ સમજશે, એટલા માં એક દાદી આવ્યા અને મેં તેમને સીટ આપી દુવિધામાંથી બહાર નીકળ્યો, તેનો ગુસ્સો હવે શાંત થવા લાગ્યો, અમે એકબીજા ને સ્માઈલ આપી, અને દાદી એ પણ આશીર્વાદ  આપ્યા 😅, હવે શું હું પણ મૂવી ની જેમ સ્લો મોશન માં આવતી ઠંડી હવા અને...