બે જાણીતા મળ્યા ફરીથી અજાણ્યા બનવા
વરસો બાદ અચાનક અમે ફરીવાર મળ્યા, પણ બન્ને માંથી એક પણ માં વાતની શરૂઆત કરવાની હિંમત ન હતી, ફક્ત એકબીજા ની સામે જોઈ હળવા સ્મિત ની આપ-લે કરી, આવુ તો પહેલા એ ઘણીવાર થયુ હતુ કે અમે આ રીતે એકબીજાની સામે આવી ગયા પણ પહેલા ક્યારેય આટલી હિંમત ન હતી કે સામે ઉભા પણ રહીએ,પણ આજે મે વિચાર્યુ કે જુના સ્મરણ ને પકડી રાખીશુ તો મનમાં ખટરાગ રહેશે એના કરતા બધુંજ ભૂલી આગળ વધવા માં જ સારપ છે, એટલે મે સામેથી શરૂઆત કરી કે કેમ છો તમે? જાણે તેઓ પણ આવીજ કોઈ અપેક્ષા લઈ બેઠા હોય તેમ તરત જ જવાબ આપ્યો કે સારું છે તુ કેમ છે? મે કહ્યુ સારું છે અને પછી થોડી ઔપચારિક વાતો થઈ અમારી વચમાં અને તેમણે સીધું જ કહી દીધુ મને કે... ઓય સાંભળ હું તને હજુય એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતો હતો, હું તો આ સાંભળી થોડી વાર અવાચક થઈ ગઈ, પછી સમય અને જગ્યા નુ ભાન થતા થોડી સ્વસ્થ થઈ બોલી કે...