...

1 views

ચારણ-કન્યા
ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જંગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. તુલસીશ્યા મથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડયા. રોળકોળ વેળા થઇ હતી. ખાડુ-ધણ ઝૂંપડે આવતા હતા. તેમાથી હીરબાઇ કરી એક ચારણ બાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડી અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ કયારની યે ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને...