Everyone's life is different..
રસોડામાં થી હાથ લૂછતાં લૂછતાં સ્નેહા હજુ સોફા પર બેસવાની જ હતી, ત્યાંજ તેના પતિ સંદીપે કહયુ "સ્નેહા, તું રસોડામાં થી નવરી થઇ ગઇ હોય તો સ્મિતને સુવડાવી દે પ્લીઝ, મારે હજુ થોડું ઓફિસનું કામ કરવાનુ છે".
સ્નેહા સોફા પર બેઘડી બેસવાનુ માંડીવાળી સ્મિતને સુવડાવવા ગઇ. સ્મિત હજુ હતો તો એકજ વરસનો, પણ ખુબ રમતિયાળ અને એકદમ મીઠો લાગે એવો.
સંદીપ એક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતો હતો, દિવસ-રાત ટાર્ગેટ પુરા કરવામાં સ્નેહા અને સ્મિતને પૂરતો સમય આપી શકતો ના હતો અને તેનો તેને રંજ પણ રહેતો. એમના લગ્નના ૨ વરસની અંદરજ સ્મિતનો જન્મ થયો હતો એટલે પતિ-પત્નીને એકબીજા માટે ખાસ સમય ક્યારેય મળીયો નહોતો એનો વસવસો બંન્નેને હતો. ક્યારેક સ્નેહા આ બાબતને લઈને રિસાઈ પણ જતી ત્યારે સંદીપ તેને પ્રેમથી સમજાવી મનાવી લેતો કે કંપનીમાં થોડો સરખો સેટ થઇ જાવ, એકવાર સરખું પ્રમોશન મળી જાય એટલે આપણી પાસે સમય જ સમય હશે. આ સાંભળી સ્નેહા ખુશ થઇ જતી, પણ અંદરખાને તેને ખબર હતી કે પ્રમોશન મળે એટલે આવક વધે પણ સાથે જવાબદારી પણ વધે અને જવાબદારી વધે તો સમય કેમ મળે?
સ્મિતને સુવડાવી સ્નેહા TV નુ રિમોટ લઇ સોફા પર બેઠી ત્યાંજ એની નજર સામે વાળા ફ્લેટ પર ગઈ. હંમેશા બંધ રહેતા એ ફ્લેટમાં આજ પહેલીવાર પ્રકાશ જોઈ એને લાગ્યું કે કોઈક નવું રહેવા આવ્યું લાગે છે એવુ વિચારતી પોતાની મનપસંદ સિરિયલ જોવામા મશગુલ થઇ ગઇ.
બીજે દિવસે સવારે સંદીપના ઓફિસે ગયા પછી જેવી સ્નેહા બાલ્કનીમાં કપડાં સુકાવા ગઇ કે એનું ધ્યાન સામેના ફલેટમા જ્યા...