આરોહી
Chapter 1
ઉદાસીનતા હૃદય ના ઝરોખા થી ઝાંખતી હતી, ચોતરફ બસ અંધારું જ અંધારું. આરોહી જાણે દુઃખો થી ઘેરાયેલી હતી. માતા ની મૃત્યુ એ આરોહી ને સંપૂર્ણ પણે તોડી નાખી, પિતા ની ખરાબ તબિયતને લીધે એક ની એક આરોહી ઘર ની જવાબદારીઓ થી બંધાઈ ગઈ. રસ્તા ન હતા બીજા ભણતર ની જોડે જોડે કામ કરવું જરૂરી હતું તો આરોહી એ કપડાં ની દુકાન માં સમય આપ્યો. પિતા મોરાર પોતાની તબિયત નો મારેલો, લાચાર કંઈ કામ ધંધો કરી શકે એમ ન હતો પરંતુ એના પ્રેમ ને કોઈ ટી. બી. નડતો ન હતો એણે પોતાની દીકરી ને વારસા માં અઢળક પ્રેમ અને જરૂરી દરેક સંસ્કાર આપેલા. સરોજ ની મૃત્યુ એ મોરાર ને જીવન પર નો મોહ મુકાવી દીધેલો એના શ્વાસ માત્ર એની દીકરી હાટું ચાલી રહ્યા હતા.
આરોહી ની દિનચર્યા એક જ હતી, સવારે સૂરજ એને સલામ ઠોકતો અને રાત્રે ચંદ્ર એને આવજો કહી આથમી જતો, ખુદ પિતા ને એની પુત્રી ની ઊંઘ ની ચિંતા રહેતી પણ આરોહી માને એમ નહોતી, ભણતર પ્રત્યે એટલો લગાવ કે રાત આખી બસ ચોપડીઓ જ ચોપડીઓ, કૉલેજ થી છૂટી ને સીધા દુકાને રાતે ૧૦ વાગે ઘરે પૂગે, અને સુવે તો દિવસ ને ગણી ને ૩-૪ કલાક રહ્યા હોય. આ દિનચર્યા ને અનુસરી ને આરોહી માસિક ૭૦૦૦ ની રોકડી કરતી પણ, હાલી રેતું તું એટલે વાંધો નતો. ગમે તે હોય શરીર તો શરીર છે એ મજબૂરી જોઈ ને થોડી હાલવા નું, કારણ આરોહી એક દિવસ દુકાન માં કામ કરતા કરતા બેભાન થઈ ગઈ.
જમનાદાસ કડક હતા પણ માણસ સોના જેવા, આરોહી ને ખુદ ની દીકરી જ ગણતા, જાણતા ને બધી તકલીફો એટલે આરોહી ને રજાઓ પણ કાપતા નહીં, શું કે બિચારી ને બાપા ને દવાખાને લઈ જવા જરૂરી હોય, વારો આયો જમનાદાસ નો, બેભાન સોડી ને પગલાં ભેર ગાડી માં ચડાવી ને લઈ ગયા નરેન્દ્ર મોદી ને દવાખાને, પહેલા તો મોદી સાહેબે આરોહી ને ભાન માં લાવ્યા, પછી આરોહી ને કડક શબ્દો માં સમયસર ઊંઘ લેવા કહ્યું, સમયે નિશાંત આવેલો પિતા ને ટિફિન આપવા , શું કે ડૉક્ટર સાહેબ ઘણાં સમાજસેવી હતા તો બપોર નું જમવાનું ય સાંજે જમતા તો ય ભોજન દીકરો દવાખાને પહોંચાડી જતો. સીધો ને સરળ અને પિતાના ઉચ્ચ વિચારો ને આચરતો નિશાંત સમાજસેવા હાટું એ જ ભણતરએ હાલી રે'લો. પિતા એ પુત્ર ને જોયો તો આરોહી ને એની ગાડી માં ઘરે પૂગડવા ની જવાબદારી આપી દીધી. આજ્ઞાકારી બેટો એના પિતાની વાત નું માન રાખી ને આરોહી ને ગાડી સુધી લઈ ગયો અને અંદર બેસાડી દીધી.
Chapter 2
ચાલુ ગાડી એ નિશાંત એ આરોહી સાથે વાત કરી. ઓળખાણ તો નહોતી પણ ખબર નઈ નિશાંતના હસમુખા અને ગુરુત્વી સ્વભાવ એ વાતો ને વેગ આપ્યો. રસ્તા માં સારી હોટેલ આગળ ગાડી ઊભી રહી, નિશાંત કેય હાલ ચા પીએ. આરોહી એ પણ હામી ભરી, બંને ગાડી પર થી ઉતર્યા અને નિશાંત એ બે ચા મંગાવી.
નિશાંત : તો ભણવાનું ચાલુ જ છે, એમ?
આરોહી: હાં, ચાલુ તો છે પણ...,
નિશાંત: પણ?
આરોહી : સમય નથી, ચોવીસ કલાક પણ ઓછા પડે છે.
નિશાંત: હ.. એમ! એ તો લાગ્યું જ નહીં તો આપણી મુલાકાતનો અવસર ના આવત.
આરોહી : હા.. હો...
નિશાંત : પણ એવું તો શું છે કે તારે આટલી મહેનત ની જરૂર છે?
આરોહી: જવાબદારી.
નિશાંત: આટલી ઉંમરે એવી તો કેવી જવાબદારી?
આરોહી: છે એક.
નિશાંત: તું મને એટલું તો કહી જ શકે છે એમ ના માનીશ કે હું બસ બે ઘડી નો મિત્ર છું.
આરોહી: મિત્ર? આપણે મિત્ર જ ક્યાં છીએ?
નિશાંત: હું બસ મારા મિત્રો સાથે ચા પીવું છું બાકી તો ચા બંધ છે.
આરોહી : એમ કહી ને મૈત્રી પ્રસ્તાવ મૂકવા ની રીત ગમી મને.
નિશાંત: જો ગમી જ હોય તો પ્રસ્તાવ સ્વીકારી પણ લે.
આરોહી : જવાબદારી માં એવું છે કે બાપુ બિમાર ને બિમાર રેય છે અને ઘર મારા માથે બેઠું છે, (કરુણ સ્વરે) એક મારી જનની હતી જેને આવી સ્થિતિ માંય ઘર ને ઉપાડી રાખેલું, એને ય છ મહિના પહેલા ગુમાવી દીધી.
આટલું કહેતા આરોહીના દગ છલકાઈ ગયા.
નિશાંત:(આરોહી ની પીઠ દબડાવતા) માફ કરજે મને ખબર નહોતી, આવો પ્રશ્ન નહોતો કરવા જેવો.
આરોહી:( આંસુ લૂછતાં લૂછતાં અને ઘેરાં અવાજ માં) ના ના એવું કંઈ નહીં. તને ક્યાં કંઈ ખબર હતી.
નિશાંત : જરૂર પડ્યે આ મિત્ર ને યાદ કરજે એક સાદે હાજર હોઈશ. અચ્છા, તું ભણે છે શું?
આરોહી : હું હાલ માં નર્સિંગ ની તૈયારી કરી રહી છું.
નિશાંત: ઓહ, That's Good, તો ભણવા માં જરૂર પડે તો મને યાદ કરજે. હું મદદ માટે આવી જઈશ અને પરીક્ષા સમયે તો વગર કીધે.
આરોહી: આભાર.
બંને પાછા ગાડી માં બેઠા અને નિશાંત એ આરોહી ને તેના ઘરે સહી સલામત પહોંચાડી દીધી.
Chapter 3
નિશાંત અને આરોહી ની મિત્રતા ગાઢ થતી ગઈ. બંને રોજ મળતા અને નિશાંત આરોહી ને એના ભણતર માં થતી બધી મદદ કરતો. હવે શશિ ને પણ આરોહી સૂતી દેખાવા મંડેલી. મૈત્રી ક્યારે પ્રેમ માં બદલાઈ ગઈ એનો બંને ને એહસાસ પણ ના થયો. સમય જતાં બંને એ પ્રેમ નો ઈકરાર પર કરી લીધો અને સાથે જીવતર ની કેડી એ એકબીજા નો હાથ ન છોડવા ના વચનો પણ આપી દીધા. પણ, એક દિવસ નિશાંત એ આ વાત ની ગંભીરતા સમજી ને આરોહી ને સંબંધ ને જાહેર કરવા નું સૂચન કર્યું.
નિશાંત: આરોહી...
આરોહી: હં...
નિશાંત: એક વાત એ મને થોડા સમય થી હેરાન કરી રાખ્યો છે તું ખોટું ના લગાડે તો કહું.
આરોહી: કેમ, શું થયું?
નિશાંત: આપણા પ્રેમ ને હવે જાહેર કરવા ની જરૂર નથી લાગતી તને? કારણ આપણા સંબંધ ને આપણે ભવિષ્ય માં એક નામ આપવા ની ઈચ્છા રાખીએ છે જેનું પહેલું પગથિયું આપણે હાલ થી ચઢવું પડશે.
આરોહી: કંઈ ખબર પડે એવું બોલ ને...
નિશાંત: એટલે આપણે આપણા પ્રેમ ને આપણા ઘરે જાહેર કરી દઈએ. તને અને મને બંને ને ખબર છે કોઈ ના તો નથી જ પાડવા નું પણ, તો ય મને લાગે છે કે કંઈ નહીં તો એમને જાણ હોવી જરૂરી છે.
આરોહી: વાત તો સાચી છે પણ, તને આ વિચાર કેમનો આવ્યો?
નિશાંત: બાપુજી હવે મારા માટે છોકરી શોધી રહ્યા છે અને હું કંઈ કહી શકું એમ નથી પહેલા તારી મંજૂરી જરૂરી છે.
આરોહી: પણ નિશાંત , લગ્ન તો બહુ મોટી વાત છે. મારે તો હજુ ભણવું છે.
નિશાંત: લગ્ન નું કોણ કેય છે. બસ જણાવા ની વાત છે.
આરોહી : સારું તો વાંધો નહીં. પણ, મારી એક શરત છે જો તું એ માને તો જ આપણો સંબંધ આગળ જઈ શકશે નહીં તો અહીંયાં જ એને સમાપ્ત કરવો પડશે.
નિશાંત: શરત! કેવી શરત?
આરોહી: હું મારા માટે મારા બાપુજી ને એકલા નહીં રાખી શકું અને એ ખુદ્દાર માણસ દીકરી ના ઘરે નઈ રેય. તો જ્યાં સુધી હું મારા બાપુજીની તબિયત સારી ન જોઉં ત્યાં સુધી હું આગળ નું કંઈ પણ નઈ વિચારું.
નિશાંત: તો તારા બાપુજી નો ઈલાજ હવે મારા માથે. હું આજે જ પપ્પા જોડે જઈ ને તારા બાપુજી નો ચાર્જ લઈ લઉં છું અને તેમની સારવાર કરવા આવીશ ત્યારે આપણી વાત પણ કરી લઈશ.
આરોહી: વાત તો હું કરી લઈશ તું બસ સારવાર કરે એજ મારા માટે ઘણું છે.
નિશાંત: વાંધો નહીં.
આટલા વાર્તાલાપ બાદ બંને છુટા પડ્યા. આરોહી ઘરે ગઈ અને લાગ મળતા પિતા પાસે જઈ ને બેઠી.
આરોહી: બાપુજી એક વાત કહેવી હતી તમને.
મોરાર: બોલ ને બેટા.
આરોહી: બાપુજી, મને એક છોકરો ગમે છે અને તે પણ મને પસંદ કરે છે તો બસ એની માટે....
મોરાર: છોકરો? કોણ છોકરો? કોનો છોકરો?
આરોહી: આપડે ડૉક્ટર સાહેબ છે ને તમારો ઈલાજ કરે છે નરેન્દ્ર કાકા, એમનો છોકરો નિશાંત.
મોરાર: નરેન્દ્રભાઇના છોકરાના ખાલી વખાણ સાંભળ્યાં છે બેટા, જોયો નથી કદી.
આરોહી: એ હવે તમારો ઈલાજ કરવાનો છે બાપુજી, તમે ત્યારે જ જોઈ લેજો એને.
મોરાર: બેટા તને એ ગમે છે ને?
આરોહી:(નજર જમીન તરફ ઝુકાવી અને એક મીઠા સ્મિત અને થોડી શરમ સાથે) હાં બાપુજી.
મોરાર: તો બેટા, મને કંઈ જ વાંધો નથી.
પિતાની હામી ભરતાં જ આરોહી ઉત્સાહ માં પિતા ને ભેટી પડે છે.
ઘરે જઈ ને નિશાંત એ મોરાર ની જવાબદારી પોતાને આપવા અર્થે પિતા સાથે વાર્તાલાપ કર્યો.
નિશાંત: પપ્પા, એક કામ હતું.
નરેન્દ્ર: બોલ ને બેટા.
નિશાંત: પપ્પા તમારા એક દર્દી ની જવાબદારી મારે લેવી છે જો તમે રાજી હોવ તો.
નરેન્દ્ર:(હર્ષિત ચહેરે) કયો દર્દી, બેટા?
નિશાંત: પપ્પા, મોરાર કાકા જેમને ટી. બી. છે ને.
નરેન્દ્ર: બેટા, મોરાર ની જવાબદારી હું તને કેમની આપુ?
નિશાંત: કેમ? મને આવડે છે પપ્પા, હું સારી સારવાર કરીશ. મારો વિશ્વાસ કરો.
નરેન્દ્ર: બેટા, મને તારી પર પૂરો વિશ્વાસ છે પણ...
નિશાંત: શું પણ? એક વખત મને જવાબદારી તો આપો પપ્પા, હું મોરારકાકા ને મહિના માં ઘોડા જેવા કરી દઈશ.
નરેન્દ્ર: (નિસાસો નાખતા)બેટા, ઘોડા જેવો થવા માટે મોરાર મહિનો જીવવો પણ જોઈએ ને...
નિશાંત: એટલે?
નરેન્દ્ર: બેટા એને છેલ્લા સ્ટેજ પર ટી. બી. છે અને હવે એનો કોઈ ઈલાજ નથી.
નિશાંત: શું કહો છો પપ્પા? આરોહી નું શું?
નરેન્દ્ર: બેટા, એ બિચારી દીકરીના નસીબ માં કાંટા જ લખેલા લાગે છે. ભગવાન હિંમત આપે એને.
નિશાંત: પપ્પા તમે મોરાર કાકા ને કીધું આ વિશે?
નરેન્દ્ર: મને જ કાલે ખબર પડી છે.
નિશાંત: તો પપ્પા, આ જવાબદારી તો મને સોંપી જ શકાય ને.
નરેન્દ્ર: જો તારી ઈચ્છા એવી જ હોય તો જજે કાલે એના ઘરે, વાત કરી જોજે અને ધ્યાન રાખજે આરોહી ઘરે ન હોય.
નિશાંત : વાંધો નહીં પપ્પા, હું સંભાળી લઈશ.
Chapter:4
બીજા દિવસે આરોહીના કૉલેજ સમયે નિશાંત મોરાર ને મળવા એના ઘરે ગયો.
નિશાંત: મોરારકાકા, મજા માં? હું નિશાંત, તમારો નવો ડૉક્ટર.
મોરાર: આવો બેટા આવો, મજા તો ક્યા થી હોય બેટા આ રોગ એ બધી મજા ને સજા કરી નાખી છે. પહેલા જવાનીમાં ખાટલો વહાલો લાગતો તો, ઉઠવું કાઠું હતું. મન કરતું આખો દિવસ બસ પડ્યો રહું. તેલ લેવા ગઈ નોકરી અને હાલ આ ખાટલો ઝેર જેવો લાગે છે. ખબર નહીં ક્યારે છુટકારો મળશે આનાથી.
નિશાંત: કાકા, હું તમને એક વાત જણાવવા આવ્યો છું.
મોરાર: બેટા, મને કાલે જ આરોહી એ વાત જણાવી. હું ખુશ છું તારા જેવો હીરો મારી દીકરી ની જીંદગી સુધારી દેશે.
નિશાંત: કાકા, વાત એ નથી. વાત થોડી કડવી છે પણ તમે પહેલાં થી કાઠાં મનના માણસ છો તો તમને જણાવી જરૂરી લાગી. એટલે જ હું આરોહીની ગેરહાજરી માં જ આવ્યો છું.
મોરાર: શું થયું બેટા? કોઈ તકલીફ?
નિશાંત: ના કાકા, વાત તમને લગતી છે બીજી કોઈ તકલીફ નથી.
મોરાર: એવી તો કેવી વાત છે બેટા?
નિશાંત: કાકા, હું કાલે તમારી સારવાર નો ચાર્જ મારા પપ્પા જોડે થી લેવા ગયો તો પણ...
મોરાર : પણ શું?
નિશાંત: હવે કેમનો કહું..?
મોરાર: મને ગભરામણ થાય છે બેટા, કેવી વાત છે? જલ્દી કે'હ.
નિશાંત: કાકા, તમારી બીમારી એના અંતિમ છોરે આવી ઊભી છે અને હવે અહીં થી એ તમને છોડશે તો બસ એક જ શરતે.
મોરાર: શું કેવી શરત?
નિશાંત: તમારું જીવન.
મોરાર:(પહેલા થોડા ગંભીર પછી થોડા સ્મિત આનન એ) બેટા, મારી સરોજ ગઈ ત્યારે જ હું મરી ગયેલો. બસ શ્વાસ ચાલુ હતા તો મારી આરોહી માટે. એને રઝળતી મૂકી ને જવું કાઠું હતું બેટા અને એટલે અત્યાર સુધી હું બસ દિવસો કાઢી રહ્યો હતો. મને કોઈ અફસોસ નથી મારી મૌત ના સમાચારનો અને બેટા જો તું મારી દીકરી ને સાચો પ્રેમ કરે છે તો જે એણે મને કાલે કીધું એ જ મારા માટે ઘણું છે મારે પછી જીવવા ની કોઈ જરૂર નથી. તું જો મારી દીકરી ને ખુશ રાખી શકે તો મારા માટે જન્નત છે બેટા.
નિશાંત: ( આશ્વાસન આપતાં) કાકા, હું આરોહી ને બહુ જ પ્રેમ કરું છું અને હંમેશા કરતો રહીશ. જીવન ના દર એક વળાંક એ એના હાથ માં મારો હાથ હશે. તમે એની જરાય ચિંતા ના કરો. પણ, હવે તમારે આ વાત આરોહી ને જણાવાની છે બસ હિંમત કરી ને આરોહી ને કહી દેજો.
મોરાર: કંઈ વાંધો નહીં બેટા, મારી દીકરી મારા જેટલી જ કાઠી છે એના માં એટલી હિંમત તો છે જ કે એ આ વાત ને પચાવી શકે.
નિશાંત: તો કાકા, હિંમત થી કહી દેજો.
મોરાર: હા બેટા.
નિશાંત: તો કાકા , હું જાઉં છું તમે તમારું ધ્યાન રાખજો.
મોરાર: કંઈ વાંધો નહીં બેટા, તમે નીકળો હું આરોહી ને જણાવી દઈશ.
રજા લઈ ને નિશાંત ત્યાંથી રવાના થઈ ગયો. પણ મોરાર ને ચિંતા એની દીકરી ની હતી. એ આ વાત ને સમજી શકશે કે નહીં. ઘણી હિંમત કરી પણ મોરાર આ વાત પોતાની લાડકવાયી ને કહી શકે એટલો તૈયાર ન થઈ શક્યો. આખરે કંટાળી ને મોરાર એ વિચાર કર્યો કે હવે જો મૌત આવે જ છે તો આજે જ કેમ નહીં. આમેય દીકરીને એનો રસ્તો મળી ગયો છે અને હવે મારી કોઈ જરૂર નથી. હું ખુશ છું.
વિચાર્યા પછી મોરાર એ ઊભા થઈ ને કબાટ ખોલ્યું અંદર એની દવાઓ હતી. એણે સૌથી વધુ પાવરની ગોળી લીધી અને માટલામાંથી પાણી ભર્યું. પછી આખું પડીકું હાથ માં ખાલી કર્યું અને પાણી હારે બધી દવા ગળી ગયો. અશ્રુભીનાં ચહેરા સાથે મોરાર પાછો ખાટલા પર જઈ ને સુઈ ગયો.
રાત્રે મોડા નૌકરી પર થી ઘરે આવેલી આરોહી એ ઘર ખોલ્યું. આમ તો મોરાર ખીચડી કે ચોખા બનવા મૂકી દેતો પણ આજે ગેસ પર કાઇ ન હતું એટલે પિતાની ઊંઘ બગાડવાની જગ્યા એ આરોહી એ ફટાફટ ખીચડી મૂકી દીધી. મૂક્યા બાદ પિતાને જગાડવા ટહુકા પાડવા માંડી.
આરોહી: બાપુજી ઉઠો, જમવા નો સમય થવા આવ્યો. જલ્દી થી ઉઠી ને હાથ-મો ધોઈ દો.
પિતા તરફ થી કોઈ જવાબ ન આવ્યો.
આરોહી: ( મોરાર પાસે જઈને એને જગાડવાના પ્રયત્ન સાથે) બાપુજી ઉઠો જલ્દી.
ઘણું હલાવ્યા બાદ પણ પિતા નો કોઈ પ્રત્યુતર ન આવતા આરોહી ગભરાઈ ગઈ. એણે પિતાના ના શ્વાસ તપસ્યા અને સ્તબ્ધ થઈ ગઈ. પિતાના ની ધમનીઓ બંધ હતી , નાકના છેડે કોઈ ગરમાવો નહોતો. બસ હતી તો એક ગંભીર શાંતિ. આરોહી ખુદ ને સાચવી ન શકી જમીન પર પટકાઈ ગઈ અને થોડી વાર પછી હકીકતનું ભાન આવતા રડવા લાગી . એના રુદન થી જે કરુણતા છલકાઈ રહી હતી એણે આખા વાતાવરણ માં ગંભીરતા અને કરુણા ભરી દીધી જાણે સમસ્ત જગત એના દુઃખ માં દુઃખી થઈ રહ્યું હોય. રડતા રડતા દીકરી બેભાન થઇ ઢળી પડી. એનું રુદન સાંભળી આજુ બાજુ વાળા બધા એકઠા થઈ ગયેલા અને દરવાજો ખખડાવી રહ્યા હતા. અચાનક આરોહી નું રુદન મૌન થવાને લીધે બધા ગભરાઈ ગયા અને જેમ તેમ કરી ને દરવાજો તોડી નાખ્યો. એક સજ્જન એ નિશાંત અને નરેન્દ્ર સાહેબ ને બોલાવી દીધા. આરોહી ને દવાખાને લઈ ગયા અને મોરાર ને તપાસીને નરેન્દ્ર સાહેબ માથું નીચું કરી ને ઉભા થઇ ગયા.
© Pavan