...

5 views

ઝાંપો ઉદાસ છે... -(પ્રકરણ -13)
'બાળક...વાસવને બાળક થવાનું છે... ? એ પાપા બનવાના છે... ?' આઘાતને ગળી જઈ તૂટેલા સ્વરે રીનાએ વાસવે માને લેવા મોકલેલ માણસોને પૂછ્યું.
' હા... ' આવેલ માણસોમાંથી એકે કહ્યું.
' એના લગ્ન ક્યારે થયા ?' માંડ માંડ હિમ્મત જાળવી રીનાએ કહ્યું.
' લગ્નને તો ઘણો સમય થઇ ગયો... ' બીજાએ કહ્યું.
રીનાની આંખો ભરાય આવી... છતાં મન કઠણ રાખ્યું. અને કહ્યું... 'તમે બેસો હું ચા લાવું છું... '
એ દોડતાં રસોડામાં ગઈ... ને રીતસરની ફસડાઈ પડી. આંખોમાંથી અનરાધાર આંસુ વહેવા લાગ્યાં.પણ બહાર આવેલ મહેમાનો નો ખ્યાલ આવતાં એ ઊભી થઇ. ચા બનાવવા લાગી...
અરેરે... જીવનમાં આવો ઝંઝાવાત ક્યાંથી આવી ચડ્યો ! આ શું થઇ ગયું ?એના લગ્ન થઇ ગયા છે... અને બાળક થવાનું છે... અરે જેનો ઇન્તજાર કરતા ઘરની મૂંગી દીવાલો થાકતી ન હતી. પંખી, નદીઓ પહાડો ને આ મારી આંખો... અરે આંખો શું આ ઝાંપો ઉદાસ હતો... એને ત્યાં સંસાર વસાવી લીધો... આ બધું શું થઇ રહ્યું છે મારી સાથે... આખા દિવસના તપેલા રણને થોડીક ભીનાશ માટે છેવટે એકાદ ઝાંકળનીયે તલપ હોય છે... પણ મારા...