...

0 views

બે અનોખી જુડવા બહેનો-૭
હવે આદિત્યે પૂછ્યું “શું વાત છે બોલ રીમા ? પછી આપણે ભણીએ ને સાથે જમવાનું છે.”

રીમા બોલી, “પહેલા ભણી લઉં પછી કહ્યું. “

આદિત્યે કહ્યું હમણાં બોલ. "તારું ભણવામાં ધ્યાન નહીં લાગે. ચાલ રીમા બોલને. “

રીમા બોલી, “પહેલા તમે કહો મને છોડીને જશો નહીં.”

આદિત્ય બોલ્યો,”ના રીમા એવું ન બને.”

“સાચે આદિત્ય. “

“હા રીમા”.

હવે તો બોલ, “શું થયું છે.”

રીમા બોલી, “હા કહું છું આદિત્ય."

"મારી બહેન ટીનાને હું નથી ગમતી.

તે મને બહુ હેરાન કરે છે. મેં ને મારા માતા પિતાએ એને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો; પણ તે સમજતી નથી. હવે તમે મને મળી ગયા એટલે હું ખુશ છું. પહેલા હું ઘરમાં ઉદાસ રહેતી હતી પણ હવે આખો દિવસ ક્યાં ચાલ્યો જાય છે મને ખબર જ નથી પડતી. મને લાગ્યું તમને ખબર પડી ટીના મારી બહેન છે, એ તમને મારા વિષે કહેશે એટલે તમે મને છોડી દેશો. તમે મને મળ્યા એટલે મને ખુશી પ્રાપ્ત થઈ. તમે મને સમજો છો મને ખબર છે પણ કેમ મને ડર લાગ્યો કેમ કે આજ સુધી તે મારી ખુશી જોઈ નથી શકતી. તમને ખબર છે ચેસની પ્રતિયોગિતા થઈ હતી તમે મહાવિદ્યાલયમાં જોડાયા એ પહેલા ત્યારે બધા ખુશ થયા ને મને અભિનંદન આપ્યા. મારી જીત જોઈને પણ એનું મોઢું ચડી ગયું. તે એમ પણ માને છે મને કાંઈ નથી આવડતું એને બધું આવડે છે. દર વખત મને જેમ તેમ બોલે ને રૂબાબ બતાવે છે. મને એમ તમે મને ભૂલી જશો એટલે ઉદાસ હતી. “

“અછા એમ વાત છે રીમા.ચલ તને હું ભૂલું ક્યારે ?“ મને ખબર છે આદિત્ય તમે મને ન ભૂલો. મારી બહેન ટીનાનો ભરોસો નહીં એ કોઈ પણ હદ પાર કરી શકે છે. “

આદિત્ય બોલ્યો, “તે તો મેં પણ જોઇયું કેટલો રૂઆબ બતાવે છે. છોડી દે સમય જ ઈલાજ છે. એક ને એક દિવસ એને એની ભૂલ સમજાશે.

હવે છોડ બધી વાત. હસી ને બતાવ.”

રીમાએ કહ્યું,”ખબર નહીં કેમ હું હસી નથી શકતી શું થઈ ગયું છે મને.”

આદિત્યે કહ્યું,”ચાલ હું તને હસાવું. આદિત્યે એવી વાતો કરી કે રીમા હસી પડી.”

રીમા બોલી,” તમે ટીનાને ક્યારે કહેશો નહીં કે આપણે મળીયે છીએ.બસ મારી આ વાત માનશો ?"

આદિત્ય બોલ્યો,”હા ચૌકકસ હું ક્યારે નહીં કહું. બસ તું હસ્તી રહે આમ તને ઉદાસ જોવી નથી ગમતી. “

રીમાએ આદિત્યનો હાથ પકડયો ને બોલી "તમે મારી સાથે રહેશો તો હું ક્યારે ઉદાસ નહીં રહું.”

આદિત્યે કહ્યું “અછા રીમા.”

“ હા આદિત્ય."

પછી આદિત્યે રીમાના માથા પર હાથ ફેરવ્યો.તે રીમાને સારું લાગે તે માટે.

એને ખબર છે રીમા સારી છોકરી છે.

રીમાને સાચે સારું લાગ્યું.

રીમાએ આદિત્યને પૂછ્યું “તમે કેટલા વર્ષ અહીંયા રહેશો ?“

આદિત્ય બોલ્યો ,”હમણાં થોડા વર્ષ અહીંયા છું પછી ખબર નથી. આદિત્યે મસ્તી કરી મારું તારા સિવાય કોઈ નથી.”

રીમા એ પૂછ્યું “સાચે કોઈ “નથી ?

હા આદિત્યે કહ્યું,”રીમા થોડા વખત પહેલા મારા નાની ગુજરી ગયા હું એમની સાથે રહેતો હતો.

પછી મને અહીંયા નોકરીની ઓફર આવી એટલે અહીંયા આવ્યો મહાવિદ્યાલયમાં.”

રીમાએ કહ્યું “તે દિવસથી મારું નસીબ ખુલી ગયું ને મને તમારો સાથ મળ્યો. “

“અછા રીમા તને એમ કેમ લાગ્યું બોલ.”

“બધું કહેવાય નહીં આદિત્ય. “

રીમા બોલી ,”એક વાત કહું છું હું મહાવિદ્યાલયમાંથી છુટ્ટી થાવ ત્યારે તમને મને મળવાનું છોડવાનું નથી. કોઈને કોઈ બહાને તમને મને મળવું પડશે.

મને તમારી સાથે બહુ ફાવે છે ચાલશે તમને ?”

“હા ચૌક્કસ રીમા આમ આપણે સતત સંપર્કમાં રહેશું." બીજી વાત આદિત્ય એ છે, તમે આ શહેર છોડી ને જાવ તો મને સાથે લઇ જજો હું ક્યાં પણ રહેવા તૈયાર છું. તમે મને છોડીને નહીં જાવ.”

આદિત્યએ પૂછ્યું “તારા પિતાને શું કઈશ ? રીમા બોલી, "ત્યારનું ત્યારે જોઈશું ? બોલાે તમે તૈયાર છો મને લઇ જવા."

“હા હું તો તૈયાર છું રીમા એમ પણ હું એકલો છું મને તો ગમશે.”

આદિત્યે કહ્યું ,”મને ખાલી પ્રશ્ન છે તારા માતા પિતાને શું કઈશ ને કેવીતે આવી શકીશ ?”

રીમા એ કહ્યું, “બસ તમે બોલો મને છોડી ને નહીં જાવ.પછી ના નહીં પાડતા હું પાછી ઉદાસ થઈ જઈશ.”

આદિત્યે મસ્તીમાં પૂછ્યું,” હું ચાલ્યો જઈશ તો શું કરીશ ?

રીમાએ કહ્યું ,”હું શું કરી શકું તમારી મરજી ને મારા નસીબ.”

આદિત્યે કહ્યું ,“અરે હું તો મસ્તી કરું છું. રીમા તું ફરી ઉદાસ થઈ ગઈ.”

“હવે ફરી ઉદાસ થઈશ તો નહીં બોલું તારે જોડે સમજી.”

રીમા બોલી ,”ના ના એમ નહીં કરતા હું ઉદાસ નહીં રહું તમે હશો મારી જોડે તો ઉદાસ રહેવાનો પ્રશ્ન ઊભો નથી થતો.”

આદિત્ય બોલ્યો,”અછા એવું છે."

"હા , હા.આદિત્ય."

"મારા પર એટલો વિશ્વાસ ક્યાંથી આવ્યો રીમા “

રીમા બોલી,”બસ આવી ગયું ખબર નહીં કેમ ?”

આદિત્યે કહ્યું “મને પણ આવી ગયો તારા પર. “

“સાચે કહેજો આદિત્ય”

આદિત્ય બોલ્યો ,”ખબર નહીં તને પહેલી વાર મળ્યો ત્યારે જ તું મને ગમી ગઈ ને ખબર નહીં કેમ વિશ્વાસ પણ આવી ગયો.”

રીમા બોલી ,”મને કીધું કેમ નહીં. કોની રાહ જોતા હતા. મને કહેવાય ને એમાં શું ?

હવે કંઈ પણ હોય મને કેહજો.”

“હા , હા રીમા તું પણ કંઇ હોય તો કહેજે હું પૂછું ત્યારે નહીં."

કંઈ પણ વાત તને સતાવે તું મને બિંદાસ કહી શકે છે.“

“હા ,હા આદિત્ય”

રીમા “હવે મને હસી ને બતાવ ને હું તારો સરસ ફોટો લઉં”

“કેમ ,કેમ આદિત્ય ? “

“તમે હસો પછી હું હસીશ.”

“ના ના મારે તને હસાવવી છે રીમા એટલે તું ઉદાસ થવાનું ભૂલી જઇશ"

"ઠીક છે આદિત્ય તમે કહ્યું છો એટલે ના નહીં પાડું.

હું હસી બસ હવે તમે મારા ફોટા પાડો.

બધા ફોટા સાંચવી ને રાખજો મારા ફોનમાં નહીં રાખી શકું.”

હવે બોલ રીમા” હું કહું છું એની માટે કેમ માની જાય છે ? “

આદિત્ય “બસ તમે કહો છો એ બરાબર છે એમજ લાગે છે. ને તમે મને મનાવી લો છો હું ઉદાસ છું કોઈ જાણી ન શક્યું પણ તમે જાણી ગયા.

તમને ક્યાંથી ખબર પડી ?"

"તારા ચેહરા પરથી રીમા જે હું જોઈ શક્યો તે કોઈએ ન જોયું.”

“તમારી વાત બરાબર છે આદિત્ય.આજે ભણશું નહીં વાતોમાં મોડું થઈ ગયું છે ચાલો આપણે સાથે જમી લઈએ પછી મને મૂકી જજો. સમય પર ઘરે પહોંચી જાઉં તો વાંધો નહીં આવે."

"ચાલ આપણે જમીએ. રોજ રાતના મારે તારી જોડે જમવું છે રીમા. જમીશ ને ? “

“હા. ખાલી રવિવાર છોડીને આદિત્ય. રવિવારના નહીં આવાય."

ચાલશે રીમા “તને મુશ્કેલી ન પડવી જોઈએ.”

“તમને કેમ એટલી બધી ફિકર છે મારી આદિત્ય ?"

"કેમ ન કરવી જોઈએ રીમા એમ નથી કહેતી પણ કહો ને કેમ ? મારે જાણવું છે”.

“તું વિચારજે રીમા ને મને સવારના કહેજે.”

“ આમ કેમ કરો છો આદિત્ય કહો ને ?"

“બસ થઈ જાય છે રીમા”.

“ચાલો હવે શાંતિથી જમીએ. સાથે જમવની મજા અલગ છે.“

“હા સાચી વાત છે આદિત્ય.”

“આપણે હમણાંજ જમ્યા રીમા. દસ મિનિટ બેસ પછી જઈએ. હું તને સમયસર પહોંચાડી દઈશ.”

“ઠીક છે આદિત્ય”.

“એક વાત કહે રીમા તેં મારો હાથ કેમ પક્ડયો હતો અહીંયા ઘરે પહોંચ્યા ત્યારે. ?”

"કેમ ન ગમ્યું. આદિત્ય”

“ના ના એવું નથી રીમા. તારી પાસે જાણવું હતું.”

“ખબર નહીં આદિત્ય, મને એમ તમે મને છોડી દેશો એટલે પકડયું.”

“અચ્છા હું ચાલી જઈશ રીમા તો તને નહીં ગમે ? “જરાય નહીં ગમે આદિત્ય.”

” કેમ એ તો કેહે રીમા”

“અરે આદિત્ય આમ કેમ કરો છું. તમને ખબર છે આપણે સાથે ગમે છે કે નહીં ?“

હા હા રીમા “હું જોવા માંગતો હતો તું મારી સાથે હોય ત્યારે કેટલી ખુશ લાગે છે બરાબર ?”

"હા આદિત્ય ?"

“ ચાલો તમે મને મૂકી જાવ આદિત્ય. કાલે મળશું. રીમાએ મસ્તી કરી હવે હાથ નહીં પકડું આદિત્ય ?”

“અરે રીમા હું એમજ પૂછતો હતો. “

“ચાલો પકડું છું બાઈક સુધી.”

“સરસ રીમા શું વાત છે આજકાલ તું મારી બધી વાત માની જાય છે.”

ક્રમશ :