ઝાંપો ઉદાસ છે... (પ્રકરણ -8)
બર્થડે પાર્ટી માંથી પરત ફરી વાસવ નિખિલ ના રૂમમાં ગયો. નિખિલ વાસવ ની જ રાહ જોઈ રહ્યો હતો. હાથમાં રહેલું પુસ્તક ટેબલ પર મુકતાં નિખિલે કહ્યું.. 'આવ વાસવ અહીં બેસ, યાર શું ચાલી રહ્યું છે તારી નીજી જિંદગી માં બોલ '
' નિખિલ માફી ચાહું છું.. બધું અચાનક બન્યું.. '
'અચાનક એટલે... ? તારે મનેય ન કહેવાનું... હેં ? છેલ્લીવાર વાત થયેલી ત્યારે તો તું ગામ જવાની વાત કરતો.. પછી અચાનક શું થઈ ગયું ?'
'હા હું ગામ જવાનો જ હતો.. પણ... '
'શું પણ ? લગ્ન કરી લેવાના આમ.. એવું ? ને પેલી વર્ષોથી રાહ જોતી છોકરીને તે ધોકો આપ્યો... ? એ માસુમ નો શો દોષ હતો ? એજ કે એણે તને પ્રેમ કર્યો. હેં બોલ ? 'નિખિલના અવાજ માં આક્રોશ હતો.
'શાંત થા યાર... કહું છું બધું.. ' વાસવે કહ્યું... અને બધી ઘટના એની આંખો સામે એક ચિત્રપટની ની જેમ તરવરવા લાગી....
રીનાને પત્ર લખ્યા બાદ સમય કાઢીને એ જવાનું વિચારતો જ હતો કે કંપનીના એક પ્રોજેક્ટ મા એને ભારે નુકશાન ગયું. અને એ ડિપ્રેશન મા એને કશું ભાન ન રહ્યું... શું કરવું એ કશું જ એને સમજાતું નહોતું. અને નિખિલના એના પર મુકેલા વિશ્વાસમાં એ ઉણો ઉતાર્યો હતો. પરંતુ એ વાત નિખિલને એ જણાવી ન શક્યો. કાઇને કાઈ ઉપાય નીકળશે એ ઉમ્મીદમાં એ ઘણી કંપની ના માલિકોનો મળ્યો. પણ કોઈએ સહકાર ના આપ્યો. એવા સમયે મિસ્ટર નાયર સાથે મુલાકાત થઇ. એમણે વાસવની સ્થિતિ જાણી અને પોતાની કંપનીના અમુક પ્રોજેક્ટ આપ્યા.અને પ્રોજેક્ટ માટે વિશ્વાસ મૂકીને 100% એડવાન્સ પણ... આ રીતે કંપની બચાવી લીધી. હવે બધું સારી રીતે ચાલી રહ્યું હતું. અને એકદિવસ મિસ્ટર નાયરે વાસવને પોતાના ઘરે જમવા માટે આમન્ત્રિત કર્યો. એ પહેલીવાર એમના ઘરે જઈ રહ્યો હતો તેથી એક મોંઘી ગિફ્ટ સાથે ગયો. આલીશાન ઘરના એક એક ખૂણેથી શ્રીમંતતા ટપકતી હતી. વાસવ બધું જોઈ રહ્યો.જમવામાં પણ વિવિધ પકવાનો હતો. જમી રહ્યા પછી બધા વાતોએ વળગ્યા...ત્યાં જ એક દીવાલ પર લગાવેલી તસ્વીરને જોતાં વાસવે પૂછ્યું ' આ... '
' મારી દીકરી પ્રીતિ... બહુ જ જિદ્દી છે. ભણવામા હોશિયાર... વિદેશ મા અભ્યાસક્રમ પૂરી કરી અહીં આવી ત્યારે હું વિચારતો કે કંપની પ્રીતિ સંભાળી લેશે. પણ એના શોખ નું શું પૂછવું ક્યાંક થી લાઈવ પેઈન્ટિંગ નો ચસ્કો લાગ્યો અને હાલમાં...