ઝાંપો ઉદાસ છે...(પ્રકરણ -3)
બસ થોડી જ પળોમાં સૂર્યાસ્ત થવાનો હતો. રાતો -નારંગી સૂરજ જરીક શ્રમિત લાગતો હતો. છતાં કર્તવ્યપાલનના સંતોષ અને ગૌરવ સાથે અસ્ત થઇ રહ્યો હતો. સમી સાંજે માળામાં પાછાં ફરી રહેલ પંખીઓની ઉડાઉડ ને એમનો કલરવ બધે મધુરતા ફેલાવી રહ્યો હતો. ભૂરા આકાશમાં સૂર્ય ડુબતાની સાથે જ આછાં તારાઓ ટમટમવાની હોડમાં લાગી ગયા. ચંદ્ર પણ આળશ મરડીને પોતાનું તેજ પાથરવા માટે ઉભો થયો. હળવુંક મલકીને તેજ પાથર્યું તો સારા જગમાં ખુશનુમા છવાય ગઈ. નિશાના આવા અદ્ભૂત આગમનથી કોઈ અજબ પ્રાકૃતિક સંગીત વાતાવરણમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયું.
આવું વાતાવરણ રીનાને ખૂબ પ્રિય હતું... હંમેશા એને શાંતિ બક્ષતું હતું...
પણ આજે ?
આજે.....
આજે આ સુંદર વાતાવરણ એના અંગ અંગને આગ લગાડી રહ્યું હતું. સાંજ ઢળી ગઈ. રાત્રી પ્રગટી ચુકી હતી. છતાં એનો વાસવ, પ્યારો વાસવ હજી આવ્યો નહોતો. આટલા દિવસે તો એ સાંજ ઢળે તે પહેલાં આવી જતો હતો પણ આજે એ હજી આવ્યો ન હતો.
વળી આજે તો એ વહેલા આવવાનું કહીને કહીને ગયો હતો. એને ખૂબ ચિંતા થવા લાગી.
ત્યાંજ વાસવની માં એ રીનાને પોતાની પાસે બોલાવી પૂછ્યું.
' બેટા રીના,વાસવ હજી નથી આવ્યો ?'
' હા માં ' કહેતા રીનાના ગળે ડૂમો ભરાય આવ્યો.
વાસવની મા ને પણ ચિંતા થવા લાગી.
રીનાના હાલ તો બેહાલ હતા. રીનાએ પાડોશીને વાત કરી. પાડોશમાં રહેતા મગનકાકા ભલા હતા. તેથી એમના ઘરે આવી બંનેને આશ્વાસન આપ્યું અને વાસવને શોધવા નીકળી પડ્યા .
રીના પણ ' વાસવ ','વાસવ ' ની બૂમો પાડતી તેને શોધવા લાગી.
થોડી વારે મગનકાકા નિરાશ વદને પાછાં આવ્યા. રીનાએ સામે દોડી જઈને પૂછ્યું.... 'કાકા વાસવ ક્યાં છે ? કાંઈ પતો લાગ્યો ખરો ?'
કાકાએ જવાબ આપ્યો નહીં. એમના મૌનમાં જ રીનાને જવાબ જડી ગયો.
અને તે રાત્રે એના ઘરે રસોઈ બની નહી.
રીના આજે આખી રાત ઊંઘી ન શકી. આખી રાતનો ઉજાગરો એની આંખે ડોકાતો હતો. જડ્વત શી કલાકો સુધી એ એમ ને એમ બેસી રહી.
રીના જેને ચાહતી હતી, જેના માટે એણે બધું છોડ્યું હતું, એના મનમાં, અણુ અણુમાં એ એનો પ્રિયતમ વસ્યો હતો. જેની ઝીણી ઝીણી વાતો એને ગમતી હતી. અને એ વાતને એ કંજૂસના ધનની જેમ...