...

5 views

ઝાંપો ઉદાસ છે... (પ્રકરણ -6)
રીનાની ખુશીનો પાર ન હતો...
ઉત્સાહના આવેગમાં ઘડીક તે નાની શી હરણી જેવી કુદકા મારતી, ઘડીક ઉત્સાહને દબાવીને ગંભીર થવાનો પ્રયત્ન કરતી...
આજે એની આતુરતાનો અંત આવ્યો.
આશાનું એક કિરણ દેખાયું.
આજે એની રણ સમી જિંદગીમાં ગુલાબ ખીલ્યું...
એને એ મળ્યો...
ના..., ના..., વાસવ નહીં, વાસવનો પેલો પત્ર મળ્યો.
એ પત્રની એક એક અક્ષરે, રીના નું સ્મરણ ભર્યું હતું.
પ્રથમ સંબોધન...,
' રીના...
મારી વહાલી રીના...
તને આમ છોડીને ચાલ્યો ગયો તે વાતનું મને ખૂબ જ દુઃખ છે રીના... મેં તને બહુ પરેશાન કરી... માફ કરજે તારા આ વાસવને... પણ રીના હું મજબુર હતો... લેણદારોએ મારુ જીવવું હરામ કરી નાખ્યું હતું... ને પેલી કમ્બખ્ત નિશા... એના કારણે મને ઓફિસમાંથી પણ કાઢી મુક્યો હતો. બદનામ કરવાની ધમકી આપેલી... હું તને ક્યાંક ખોઈ ન બેસું એ દરે... અને તને ખોવા કરતાતો મરવું સારું એ વિચારે હું ઘર છોડીને નીકળી તો ગયો. પણ મારું નસીબ મને ક્યાંક બીજે જ લઇ આવ્યું... જ્યાં આવવાનું મેં સપનેય નહોતું વિચાર્યું. નસીબ મને અહીં મુંબઈ ખેંચી લાવ્યું. પણ એ નસીબે મને તારાથી દૂર કરી દીધો રીના... અહીં આજે મારી પાસે બધું જ છે ધન -દોલત માન -મોભો .. પણ એ પામવામાં તું ક્યાંક મારામાથી ખોવાય ગઈ રીના..., એઈ રીના અહીં બધું જ છે, બસ એક નથી તો તે તું... તું નથી મારી પાસે... તારા વિનાનું પ્રવૃત્તિભર્યું જીવન આજકાલ બહુ સૂનું લાગે છે... અહીં તારા સ્નેહ અને સાથ વગરનું મારું જીવન અપૂર્ણ લાગે છે. રીના... તું મને યાદ કરે છે ? માં કેમ છે ? ત્યાંના વૃક્ષો, પહાડો, ટેકરીઓ, ને પેલો લીમડો કેમ છે ?રીના માં ની બહુ યાદ આવે છે... માનું ધ્યાન રાખજે... હું તમને જલ્દીથી અહીં બોલાવી લઈશ.
એજ
તારો વાસવ '
રીનાની ખુશીનો કોઈ પાર નહોતો. એ વારંવાર પત્ર વાંચતી... આખા ગામમાં ફરી આવી, બધાને કહેતી 'જુઓ જુઓ મારા વાસવ નો પત્ર આવ્યો... ઓ કાકી જો જો વાસવ મુંબઈ માં...