કૉફીનો કપ
'અલી રમલી કેટલી વાર તને કહ્યું કે ચા વાળા વાસણ અહીં નહીં સામે વાળા ખાનાંમાં મુકવાના પણ સમજતી નથી... '
'મેડમ મેં ત્યાં જ મુકેલા તમે પાછાં અહીં મુક્યા હું પાછી મુકું છું... '
' હા હા હવે સરખા મૂક '
રમલી વાસણ સરખા મુકવા લાગી. ત્યાં ફરી એ દોડી એની પાસે જઈ કહેવા લાગી..
' અલી ગધેડી, તું સમજતી કેમ નથી.... આ.... આ પાછો કોફી નો કપ... કેમ કાઢ્યો..કોને પૂછીને હાથ લગાડ્યો કપ ને ' કોફીના કપ પર નજર પડતા એનો અવાજ થોડો ઢીલો પડ્યો.
'હમણાં એની જગ્યા એ મુકું છું '
'ના.. ના.. ના.. ઊભી રે તું ન પકડ નહીં નહીં... તારી માં ને પૂછ જે આટલા વર્ષોમાં તારી માં એ પણ હાથ ન લગાડ્યો. આવી મોટી ઠીક મુકવા વાળી' કહેતાં કપ ઝપટી લઇ એની જગ્યાએ મુક્યો.
રમલીએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. કારણ કે આ એમનું હંમેશાનું હતું. થોડો ગુસ્સો તો આવ્યો... 'આટલા વર્ષોથી કામ કરું છું તોયે ભરોશો નથી. એવું તે શું છે આ કપમાં, હાં માનું છું બહુ મોંઘો હશે... એને ખરીદવાનું ગજું મારું કે મારી માંનું નથી. પણ એનો મતલબ એ થોડો કે હું ચોરી જઈશ.' જોકે રમલીને આ કપ બહુ ગમતો... એ માં સાથે અહીં આવતી ત્યારેય એની નજર આ કપ પર ચોંટેલી રહેતી. ઘણી વાર ઈચ્છાયે થતી કે આમાં કોફી પીવ... પણ આ અશક્ય હતું... એ ચુપચાપ એ કપ નો સ્પર્શ...