...

15 views

રહસ્યમય મોત
આ સ્ટોરી એક નિખિલ નામના એવા વ્યક્તિ ની છે,જે એક કોમ્પ્યુટર એન્જીનીયર છે.અને તે એક કોમન લાઈફ સ્ટાઈલ માં જીવે છે.જે ઘણો જ ડરપોક હતો.પણ એક એવી ઘટના બને છે છે કે તેને આ ઘટના સંપૂર્ણપણે બદલી નાખે છે.

તો આ સ્ટોરી ની શરુઆત માં નિખિલ પોલીસ સ્ટેશન માં હથકડી પહેરીને પોતાના સાથે બનેલી ઘટનાની રજુઆત કરે છે..

તો આ ઘટના ની શરુઆત એક બાળકનુ અપહરણ થાય છે. આ અપહરણ થયેલ બાળક ૧૦ વર્ષ નું હતું. આ વાત એમના પિતા મયંક ને ત્યારે જાણ થાય છે કે સ્કુલ છુટા થઇ ગયા છતાં પણ ૬ વાગ્યે સુધી બાળક ધરે નો આવ્યો. તેમને તરત પોલીસ નો સંપર્ક કર્યો.તેવા જ સમયે પોલીસ સ્ટેશન માં એક મર્ડર થઈ ગયું છે એવો ફોન આવ્યો. તો પોલીસ અઘિકારી ઓ ઘટના સ્થળે પહોંચી ઈન્વેસ્ટીગેશન કરવાનું ચાલુ કરતા જાણ થાય છે કે મયંક નું બાળકનું અપહરણ અને મર્ડર વચ્ચે કનેકશન છે...

આ ઘટના ના બીજા દિવસે પોલીસ અધિકારીઓ મયંક સાથે ચર્ચા કરતાં સમયે પોલીસ અધિકારીઓ ને જણાવે છે કે જુની અદાવતમાં એમની પોતાના સગા ભાઈ મનોજ સાથે દુશમનાવટ છે. ત્યારે પોલીસ અધિકારીઓ તેના ભાઈ મનોજ પાસે પહોંચે છે. અને મનોજ ના ચહેરા પર ગુનો કર્યો એવો ડર દેખાય છે. પોલીસ અધિકારીઓ તેમની જુની દુશમનાવટ ની અદાવત વિષે જાણે છે.અને તેના પર શંકા જતા પોલીસ તેનો ફોન ટ્રેસ કરતા જાણવા મળ્યું કે આ પ્રકાર નો પ્લાન મનોજ તરફથી ઘડવામાં આવ્યો હતો.. આટલી જાણ થતાં જ પોલીસ અધિકારીઓ મનોજ ને હિરાસતમાં લઈ લે છે.

આમ પોલીસ અધિકારીઓને એક નાનકડી સફળતા મળી એવું લાગ્યું પણ અચાનક જ ૧૦ મિનિટ બાદ મનોજ ભાઈ ના બાળક સહિત ૫ બાળક ના અપહરણ થયાના સમાચાર આવ્યા...અને હવે મનોજ ભાઈ ના બાળક ગુમ થવાની વાત મળતા જ ભાઈ મયંક તરત જ મનોજ ને મળવા ને હકીકત જાણવા ગયા .ત્યા હકીકત જાણી ને બંને ભાઈઓ રડતાં રડતાં એક બીજા ને ભેટી પડ્યા...હવે આમાં ગુનેગાર કોન મોટો સવાલ??


આ ઘટના પછી એક જ દિવસમાં સાથે જ ૨૦ અજાણ્યા વ્યક્તિ ના મર્ડર થાય છે જેમને બહુ જ દર્દનાક રીતે મારી નાખવામાં આવ્યા હતા .આ સમાચાર જોઈ ને પોલીસ અધિકારીઓ પણ હવે હાર માની ગયા હતાં.અને એક જવાબદારી નું પ્રેશર પણ હતું.તેઓ પોતાની ફરજ નિભાવવા ધટના સ્થળે પહોંચ્યા ત્યા જે ૨૦ વ્યક્તિનું મર્ડર થયું ત્યા એ વ્યકિતઓ સિવાય મરેલા બાળક ના અંગો , બોમ્બ, બંદૂક, જેવા ધાતક હથિયારો મળ્યા.અને વસ્તુઓ સાથે મરેલા વ્યકિત નો શું સંબંધ હતો કે ઇરાદો શુ હતો એ પોલીસ અધિકારીઓ જાણી ના શક્યા.પણ મર્ડર કર્યા બાદ એ પોલીસ અધિકારીઓના પકડમાં આવ્યો..

આ મર્ડર કરવા વાળું કોણ છે જાણો છો?
જવાબ:- હા બીજું કોઈ નહીં પણ નિખિલ આ બધા મર્ડર કરી રહ્યો હતો...શા માટે મર્ડર કર્યા જાણવું જોઈએ....


તો ચાલો જઈએ ....મર્ડર અને બાળક ના અપહરણ અપહરણ તરફ...


જયારે પહેલીવાર મયંક ના છોકરાના અપહરણ નો આરોપ પોતાના પિતા મનોજ ઊપર આવેછે.ત્યારે નિખિલ આ કેસ ને સોલ્વ કરવા માટે નિર્ણય લે છે. પણ એના બીજા દિવસે મનોજ ના નાના પુત્રનું નિખિલ ના ભાઈનું અપહરણ થતાં જ
નિખિલ ગુસ્સામાં તરબોળ થઈ કેસ ની જાતે ઈનવેશટીગેટ કરે છે...

પહેલા જયારે નિખિલ સ્કુલ માં જાય છે ત્યારે સી.સી.ટી.વી. મા ચેક કરે છે તો તેને એ સ્કુલ માંથી છુટી ને ગાડીમાં બેસતો જોવે છે.

નિખિલ ગાડી ના ડ્રાઈવર પાસે જાય છે પણ એને જાણવા મળ્યું કે એ તો કાલ થી જ નોકરી પર લાગ્યો છે...નિખિલ એ તરત જ જુના ડ્રાઈવર નો રેકોર્ડ માંગ્યો...

અને નિખિલ એ જુના ડ્રાઈવર પાસે જતા જ ડ્રાઈવર નિખિલ પર હુમલો કરેછે.અને નિખિલ પોતાનો બચાવ કરીને એ ડ્રાઈવર પાસેથી હકીકત જાણી ને તેને મારી નાખે છે...

હકીકત શું હતી?
જવાબ:- એના માટે ૨૦ વ્યકિતના મર્ડર ઉપર જઇએ.. ડ્રાઈવર એ નિખિલ ને જણાવ્યું હતું કે જેટલા પણ બાળક ના અપહરણ થયા છે તેઓ બઘા જીવે છે અને સ્કુલ ની પાછળ જુની ફેકટરી છે તેમાં જ છે.પણ એ ફેકટરી માં ૨૦ ખુંખાર આતંકવાદી ઓ છે જે આ બાળક ના અપહરણ કરીને માનવ બોમ્બ તરીકે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરશે...ખાલી એટલું જ નહીં પણ તેઓ માનવ અંગ નો ધંધો કરેછે...અને હાલમાં તેઓ ફેકટરી માં છે.આટલી જાણ થતાં ડ્રાઈવર ને મારી નાખે છે.


હવે નિખિલ ફેકટરી માં જવા માટે પ્લાન બનાવ્યો
અને ત્યા પહોંચી ને જોતા નિખિલ ના આંખ માં આંસુ ઓની ધાર થાય છે નાના બાળક નું કપાયેલા અંગ અને ધ્રુજતા બાળકો જેમા મયંક અને મનોજ બાળકોને જોઈ .અંદર પ્રવેશી એ ૨૦ વ્યકિત ને ભયંકર મોત આપ્યા બાદ આ બાળકોને તેના ભાઈબંધ મારફતે પોતાના ઘરે પહોંચાડયા..


અને પોતે પોલીસ સ્ટેશનમાં જઇને પોલીસ અધિકારીઓ સામે આત્મસમર્પણ કર્યું..આ ઘટના સાંભળીયા બાદ કોર્ટમાં નિખિલ ને સજા માંથી મુક્તી મળી....