ગઝલ
કદી આવો નજર કરવા અમારી,
ખુશીથી જિંદગી ભરવા અમારી.
સુખી સંસારને ત્યજી ઘડી ભર,
કબર પર આવજો રડવા અમારી.
ખબર ન રહી જો અમારી તમોને,
કદીક આવો ગલી ફરવા અમારી.
ફકીરોની મહેફિલમાં આવે જો મજા,
ખ઼ુદા આવે ગઝલ લખવા અમારી.
જિંદગી જાય છે રાહ જોતા તમારી,
તમે ન આવ્યા ખબર કરવા અમારી.
ન જાણે કેટલીએ ભૂલો કરી છે તમોએ,
તોય ઉભા છો ભૂલો ગણવા અમારી.
મળીશું ક્યારેક કોઈક મહેફિલમાં,
ન માગતા ત્યાં ઓળખાણ અમારી.
© ashvin chaudhary
ખુશીથી જિંદગી ભરવા અમારી.
સુખી સંસારને ત્યજી ઘડી ભર,
કબર પર આવજો રડવા અમારી.
ખબર ન રહી જો અમારી તમોને,
કદીક આવો ગલી ફરવા અમારી.
ફકીરોની મહેફિલમાં આવે જો મજા,
ખ઼ુદા આવે ગઝલ લખવા અમારી.
જિંદગી જાય છે રાહ જોતા તમારી,
તમે ન આવ્યા ખબર કરવા અમારી.
ન જાણે કેટલીએ ભૂલો કરી છે તમોએ,
તોય ઉભા છો ભૂલો ગણવા અમારી.
મળીશું ક્યારેક કોઈક મહેફિલમાં,
ન માગતા ત્યાં ઓળખાણ અમારી.
© ashvin chaudhary