...

3 views

તૂં બદલાઈ ગયો
દર્દ જિરવી ગયા, ગમ ખાઈ ગયા,
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો.

સાચું બોલ્યા તો વગોવાઈ ગયા,
જૂઠ કેવા જતા પકડાઈ ગયા.

સાવ ખૂણામાં મને નાખી દીધો,
ને કહે છે , તું નંખાઈ ગયો.

રોજ બદલ્યો મને થોડો થોડો,
ને હવે કહે છે,"તૂં બદલાઈ ગયો".
© ashvin chaudhary