...

1 views

ભૂલી વીસરી યાદો
બચપણની યાદો લઈ ઘર વસાવ્યું શહેરમાં,
જીમ્મેદારીનો ભાર લઈ કામ કર્યું શહેરમાં.

વતનની મોજ છોડી એકાંત મળ્યું શહેરમાં,
દોસ્તી યારી ત્યાં છોડી મન મૂક્યું શહેરમાં.

લાગણીની ડોર ખેંચતી હતી વતન તરફ જવા,
કામનો ભાર પરવાનગી આપતો ન હતો જવા.

સમય જતાં વિસરી ગયાં બચપણની યાદો,
સમય જતા ભૂલી ગયા ગામડાની જૂની વાતો.

એવા ખોવાયાં શહેરની આ ભીડમાં અમે,
સોધે ના જડે એવા અમે પોતાને જ ગુમાવ્યા.