...

17 views

જતું કરો...
જખમ કોઈ નવું આપે જીંદગી , તો જતુ કરો...
પન્ના ખોટા કોઈ છાપે જીંદગી , તો જતુ કરો...

વેણ વાંકા બોલે પોતાના , તો જતુ કરો...
પડ્યા પર પાટુ મારે પોતાના , તો જતુ કરો..

ઘા જુના ફરી છોલે કોઈ , તો જતુ કરો..
જાત તમારી સસ્તી તોલે કોઈ , તો જતુ કરો...

ચિંતા ના ચકલા પ્રેમના પાક ચરી જાય , તો જતુ કરો...
ચુકાદાઓ તમારી વિરુદ્ધ ઠરી જાય , તો જતું કરો...

ઘણું આપ્યું છે લોકોએ ને જીંદગીએ , એમ વિચારી જતુ કરો..
પસ્તાવ છો પુણ્ય ની તંગી એ , એમ વિચારી જતુ કરો...

yuvrajsinh jadeja