...

9 views

Doctor -The Fighter
આ સંકટકાળમાં ઈશ્વરનું બીજું રૂપ બની રહ્યા છે ડૉક્ટર્સ.
અદ્રશ્ય દુશ્મનનો મુકાબલો કરી રહ્યા છે, આ રીયલ ફાઈટર્સ.

અપેક્ષા સહેજેય નથી તેઓને,કોઈ એવોર્ડ્સ કે રિવોર્ડ્સની.
આશા રાખે છે તંત્ર પાસેથી,સમયસર રક્ષણ અને સુવિધાની.

ભૂલથી પણ જો ઘેરી વળે તેમને,આ કોરોના કેરો કાળ.
દરકાર લેવાવી જોઈએ તેમની,કરવી જોઈએ યોગ્ય સંભાળ.

છોડીને આવ્યા હોય છે તેઓ,પોતાના સ્નેહીજનોનો સંગાથ.
બલિદાન પણ આપી દે છે પોતાનું,કોરોના સામે ભીડતાં બાથ.

સેંકડો પરેશાની વેઠીને પણ,હોય છે તેમને લોકોનો જ વિચાર.
જંગ આ જીતવા માટે,આ વોરિયર્સ ને આપીએ પૂરો સહકાર.

-Hely Solanki