...

2 views

મારી નજર થી
મારી નજર થી જોજે તને કદી
મુજથી તને ઈર્ષ્યા ન થાય તો કે'જે
કરતી હશો તું પ્રેમ મુજને શંકા નથી
પણ મુજ કરતા વધું જો થાય તો કે'જે
હશે તને ફિકર હશે ચિંતા મારી પણ
હર પ્રહર જો નામ લેતી હોય તો કે'જે
મને ઓળખવો અઘરો નથી છતાં
જો મારી ઓળખ થઈ હોય તો કે'જે
હું તો બસ તારો બનીને રહ્યો છું
જો કદી તું મારી બની હોય કે'જે
'પવન' છું દેખાઉં નહીં તોય છું તો અહીં જ
મારો એહસાસ તારી ઝુલ્ફોને થયો હોય તો કે' જે


© Pavan