...

4 views

જાતને જલાવી પડશે
દેવ સમજીને પથ્થરોને નમવાની ટેવ છોડવી પડશે,
માણસને માણસમાં પારખવાની ટેવ પાડવી પડશે.

જિંદગીની અંતિમ ઘડીમાં કોણ તને કામ આવશે?
સબંધોની એક સાંકળ તારે સલામત રાખવી પડશે.

નહીં મળે દુનિયામાં લાગણીની ભાષા સમજનાર,
તારે લાગણીની એક નવી ભાષા વિકસાવી પડશે.

તને સબંધોનું આકાશ લાગશે બવું સોહમણું,
સ્નેહની દોરના પતંગને સાચવી ચગાવું પડશે.

કાંધો દેનાર ચાર લોક તો તને મળી રહેશે ' અશ્વિન ',
પણ જલતી ચિતામાં તારે જાતને જ જલાવી પડશે.
© ashvin chaudhary