...

1 views

તું જ્યારે પણ આવે.....
કાં લાગણીનો દરિયો કાં વ્હાલનું ઘોડાપુર લઈ ને આવજે,
તું જ્યારે પણ આવે, સમય ભરપુર લઈ ને આવજે.....

કાં વાતો નું પોટલું કાં મૌન માં મલકતું સ્મિત લઈ ને આવજે,
તું જ્યારે પણ આવે, પેલા શ્યામ જેવી પ્રીત લઈ ને આવજે....

કાં હેત થી હરખાતું હૈયું કાં મન ની અટારી એ થનગનતું ગીત લઈ ને આવજે,
તું જ્યારે પણ આવે, શબ્દોમાં સ્નેહ છલકાવતું સંગીત લઈને આવજે.....

કાં આંખોમાં પ્રેમનો પર્યાય કાં સંબંધ ને સમજાવતો અધ્યાય લઈ ને આવજે,
તું જ્યારે પણ આવે, ખુદ થી ખુદ ની વિદાય લઈ ને આવજે....

કાં જીવનભર નો સંગાથ કાં તારા અસ્તિત્વ થી ચાલતો મારો શ્વાસ લઈ ને આવજે,
તું જ્યારે પણ આવે, શિવ - ગૌરી જેવી સમજણ ને બેજોડ વિશ્વાસ લઈને આવજે...

Nilam ki kalam ✍️