...

18 views

એવી દિવાળી કરાવ તું..
હે ઈશ્વર ક્રુપા કર , દરેક ના દિલમાં દિવડા જલાવ તું..
અંતર મહીં અમાસ રહે નહીં , એવી દિવાળી કરાવ તું..

સત ની સૌરભ મહેકાયા કરે , એવો સમીર લહેરાવ તું..
કોઈનો જીવ બળે કોઈ માટે , પારકા આંસુ વહાવ તું..

ક્રોધ , ઈર્ષ્યા ને કપટ ના દારુખાને દિવાસળી કોઈ લગાવ તું..
સાચું ખોટું જોઈ શકાય જાતે , આંખે એવું તેજ લાવ તું...

કળિકાળે ચમકતી ચિત્ત બગાડતી આ રોશની થી બચાવ તું..
જીવનની રંગોળી શોભી ઉઠે , પવિત્રતા ના રંગો ભરી બતાવ તું..

ઘડીક ના સુખ શોધવા થતી આ હડિયાપટ્ટી અટકાવ તું...
દુખ રહે નહીં તલભાર , એ સમ્યક સમજણ સમજાવ તું..

સત્ય તું દે , શિવ હું થાવ જગત સુંદર કરીયે , જો સાથે આવ તું..
રામ જેવું જીવન હોય અમારુ ને મહાવીર જેવી વીદાય કરાવ તું..

yuvrajsinh jadeja