...

7 views

એકાદ યાર હોય..!
તને જોઈએ તે આપી શકું , મારી જવાબદારી છે..
તું ગમે તેટલું આપે , સ્વિકારવાની મારી તૈયારી છે..

ન મારા પર ન તારા પર , મારી અપેક્ષા નો ભાર હોય..
નથી જરુરી કંઈ , તું મારો દોસ્ત છે એ બદલ આભાર હોય..

દિલ દુખ્યુ કે બીજું કંઈ , બધું પહેલે થી માફ હોય..
બોલી દઉં ભલે કંઈ હું , બસ દિલ મારું સાફ હોય...

ખીચ્ચા ખંખેરુ , ને એમાંથી તારા માટે પ્રેમ અપાર પડે..
દુખી જોઈ તને , મારી આંખેય આંસુની ધાર પડે..

દર વખતે તારે મને સાચવવો પડે , કંઈ જરુરીયાત નથી..
મૌન ની પણ કદર છે , મુડ સારો હોવો ફરજિયાત નથી..

ભલે સવાર પછી રાત આવે , રાત પછી ફરી સવાર હોય..
બસ આ રાત-દિવસ વચ્ચે તારા જેવો એકાદ યાર હોય...