...

34 views

અસમંજસ
દિશા દેખવી દોહ્યલી , તે ઘડી અસમંજસ..
ચાર ઘડી ની જીંદગી , બે ઘડી અસમંજસ...

એકલા ચાલવાનું એ આંસુની કેડી અસમંજસ..
ઉતર વિનાના પ્રશ્નો ભરેલી પેટી અસમંજસ...

છાતી એ ભરાઈ રેતો ડુમો અસમંજસ...
કકળાટ સામે મૌનનો ડૂચો અસમંજસ...

ભૂલ થી થઈ ગયેલી કોઈ ભૂલ અસમંજસ..
કુદરતમાં કદરૂપુ ઉગેલુ કોઈ ફૂલ અસમંજસ...

ખુદ પર ખુદનું જ આરોપનામુ અસમંજસ..
સુખનું વિસરાઈ ગયેલ સરનામું અસમંજસ...

ભર ભીડ ની આકરી એકલતા અસમંજસ..
અંતર ભેદતી અણિયાળી આકુળતા અસમંજસ...

સમયે શીખવાડેલી સાદગી અસમંજસ..
કોઈ લાંબાગાળાની માંદગી અસમંજસ...

yuvrajsinh jadeja