...

3 views

કંઈક કરશું અને કરવાની વચ્ચે
કોણ પડે આ ઝઘડાની વચ્ચે?,
આ સત્ય અને ભ્રમણની વચ્ચે.

હાં સાચું પણ દેખાશે જ તમને,
અહીં શંકા અને અફવાની વચ્ચે.

કંકર ને શંકર એક જ છે છતાં,
ફર્ક તો પડે છે શ્રદ્ધાંની વચ્ચે.

પોતાને હું ભીતર જ શોધું ત્યાં,
દેખાયો હું,મને જ રસ્તાની વચ્ચે.

હાં, બવું મોટું અંતર છે,'અસ્વિન',
કંઈક કરશું અને કરવાની વચ્ચે.