...

3 views

રાહ જોવાઈ રહી છે !
તને મલવા ની રાહ જોવાઈ રહી છે ..
તારા મિલન ની ઘડીઓ નજીક આવી રહી છે..

તારી કિલકારી ની ગુંજ જાણે મને આજથી સંભળાઇ રહી છે..
તારા હસતા ખિલખિલતા ચાહરા ની રાહ જોવાઈ રહી છે ..

નથી મુલાકાત થઇ આપણી હજુ , પણ કેમ લાગે છે જાણુ છુ તને વરસૉથી
બસ તારી જ સાથે ફરી થી મારા પણ બાળપણ ની રાહ જોવાઈ રહી છે..

પેલી ફેરફુદરઙી અને છુપાછુપાઇ ની આજે બહુ યાદ આવી રહી છે..
બસ તારી સાથે જ ધંગા મસતી ની રાહ જોવાઈ રહી છે..

મન અધીરુ થાય છે હવે તને જોવા, તારી સાથે લાડ લડાવા..
તારા સપર્શ તારી મહેક
તારા નાના નાના હાથ અને પગ
મને સપનાં મા આવી રહયા છે..
બસ તને મલવા ની રાહ જોવાઈ રહી છે ..
તારા મિલન ની ઘડીઓ નજીક આવી રહી છે..

-આગમ