...

4 views

ને પછી તમે થયાં
એ હતાં, હું હતો અને પછી અમે થયાં,
પહેલાં રંગીન થયો હું ને પછી તમે થયાં.

હશે મઝાની સફર ખબર ન્હોતી બેઉને,
પહેલાં રસ્તે ખોવાયો હું ને પછી તમે થયાં.

હાથ પરોવીને એકમેકના બેઠાં કિનારે,
પહેલાં પલળ્યો હું ને પછી તમે થયાં.

બેખબર રહ્યાં જગતના છળ કપટથી,
પહેલાં શિકાર થયો હું ને પછી તમે થયાં.

ભેટીને પડ્યા છૂટા એકબીજાને ત્રિભેટે,
પહેલાં અદ્રશ્ય થયો હું ને પછી તમે થયાં.

મંજૂર નહીં હોય વિધાતાને છૂટા પડવું,
પહેલાં પ્રગટ થયો હું ને પછી તમે થયાં.
રીતેશ ક્રિશ્ચિયન
-ચાંદ

#કવિ #ચાંદ #પ્રેમ #રંગીન #શિકાર #પ્રગટ #ગુજરાતીગઝલ
© चाँद