...

7 views

હું અને તું
હું તો તને જાણવા માંગતી હતી
તે મને મારાથી જ અજાણી કરી મૂકી..

હું તો તને માત્ર પ્રેમ કરવા માંગતી હતી
તે મને મારાથી જ નફરત કરાવી દીધી..

હું તો તારો સાથ કોઈ આશા વિના નિભાવતી રહી
તે મને નિરાશા થી જ ભરી દીધી..

હું તો સ્વપ્ન પણ તારા જ જોતી હતી
તે મને હકીકત માં પણ ના જોઈ..

હું તો જીવન આખું તારી જ થઈ ને રહી ગઈ
તું એક ક્ષણ માટે પણ મારો ના થઈ શક્યો...

અંતે આપણે ની આશા માં
હું અને તું
હું અને તું જ રહી ગયા....


#huanetu #gujaratipoem
© heenatales