...

1 views

ગમતું થઈ ગયું
" બે છાંટા શું પડ્યા ઊગવાનું મન થઇ ગયું,
થોડા સમય પહેલાં સૂકું હતું, આજ લીલુંછમ થઈ ગયું
મેહુલની અદાકારી તો જુઓ તરણું ' યે ફૂલ થઈ ગયું.
પેલું એકલું ઊભેલું ઝાડ હવે ઘટાદાર થઈ ગયું,
નાના - નાના મિત્રો સાથે છટાદાર થઈ ગયું
મેઘાની મહેર તો જુઓ ઉજ્જડ હતું ત્યાં વન થઈ ગયું.
તો ' યે ' માનવી ' શું કહું આજુ-બાજુ રહેઠાણ ઉન્નત થઈ ગયું,
વચ્ચે આ ' કાનન ' વરસાદ પછી તો ' યે જન્નત થઈ ગયું,
મેઘરાજાની મહેર આ અણગમતું હવે ગમતું થઈ ગયું.
- ભૂમિ હડિયા
© no