...

8 views

અધુરા અસાઈનમેન્ટ જેવી...
જીંદગી તું અધુરા અસાઈનમેન્ટ જેવી લાગે છે...
વાંચ્યા વગર શાઈન કરી દીધેલા એગ્રીમેન્ટ જેવી લાગે છે...

કોઈ ઠોઠ વિધ્યાર્થી ના પ્રશ્નપત્ર જેવી લાગે છે..
આડા અવડા મુકાઈ ગયેલા કાના - માત્ર જેવી લાગે છે..

કોઈ મજુરે ઉપાડેલી ભારે ગુણ જેવી લાગે છે..
કેટલાય સમયથી ચુકવવાના બાકી એ રૂણ જેવી લાગે છે...

અધુરી રહી ગયેલી મજા જેવી લાગે છે...
ભુલથી થઈ ગયેલી ભુલની સજા જેવી લાગે છે..

ખોવાઈ ગયેલા કોઈ રસ્તા જેવી લાગે છે...
ભરવાના બકી રહી ગયેલા હપતા જેવી લાગે છે...

કાયમના કોઈ કકળાટ જેવી લાગે છે...
ભર ભીડમાં થતા ઘોંઘાટ જેવી લાગે છે...

સ્મશાને ફેલાયેલી નીરવ શાંતિ જેવી લાગે છે..
રણમાં થતા મ્રુગજળ ની ભ્રાંતિ જેવી લાગે છે...

તું ફાઈલ કોઈ ફરજિયાત જેવી લાગે છે...
વણજોઈતા કોઈ અકસ્માત જેવી લાગે છે..