...

3 views

કેમ ગામડા યાદ આવી ગયા?
એવું તો શું થયું કહેછો દિલ ખોલીને,
કે ગામડા યાદ આવી ગયા.

જે ગાગર ,હિંચણુ ને વાવ ને તમે ભુલી ગયા,
અચાનક ગામડા યાદ આવી ગયા.

જે ચોરણી, કેડિયું થી તમે લજવાણા,
કેમ ગામડા યાદ આવી ગયા.

જે નૈર ની ધુળ અને કાદવ થી કંટાળયા,
કેમ ગામડા યાદ આવી ગયા.

"સંકેત શહેરો એ દુઃખી કર્યા કે પછી છેતયૉ,
કેમ ગામડા યાદ આવી ગયા.

ડો. માલા ચુડાસમા "સંકેત "
ગીર સોમનાથ
© All Rights Reserved