...

15 views

Ramayana
રામાયણ કંઈ ગાવાની ગાથા નથી..
કાને સાંભળી ભુલી જવાની કથા નથી...

જન-જન ની પોતાની એ વાત છે..
યુગો પછી પણ સો ટકા ખરો સિધ્ધાંત છે...

રાવણ દહન એ મોટી મુર્ખામી છે...
રાવણ ની જુએ , ભુલ ખુદની જોઈ નહી એ મોટી ખામી છે..

સોનાની બેળી સમા મોહ ના તાંતણે કૈકેયી બંધાય...
ભરત રાજ કરે નહી , ને રામ વનવાસે જાય...

કોઈ નીર્દોષ મુક પશુનો શીકાર સાને કરવો?
પુત્ર વિયોગે મ્રુત્યુ પામી , દંડ રાજા દશરથ ને ભરવો..

નિઃસ્વાર્થે નીજ સુખ નો વિચાર ન કર્યાની બલીહારી છે...
અંત સુધી રામ મળ્યા , લક્ષમણ અતી પુણ્યશાળી છે...

અષ્ટ સીધ્ધી નવ નીધી છતા પણ રામ રજ નુ વધુ મહત્વ છે...
આખા જગે પુજાય મહાબલી , છતા પણ રામ સિવાય ક્યાં કોઈ મમત્વ છે..?

રામાયણ માં જેનુ સ્થાન ટોચે છે , નામ હનુમાન છે ...
ન માન , ન લોભ , ન ક્રોધ , એ ભક્તિ કરીને પણ ભગવાન છે...

સ્વર્ણ મ્રુગ સમી તૃષ્ણા ઓ , ખાલી ઝાંઝવાનુ પાણી છે...
સિતાજી જાણે અંતે આ બંદી થવાની કહાણી છે...

સુગ્રીવે મિત્રતા ને સૌથી મોટી અમીરાત માની છે...
કોણ જાણે રાજપાઠ સંપત્તિ ક્યારે જવાની છે?

વણ સમજ્યો ક્રોધ અને શક્તિ નો મદ અકારણ છે...
બાલી જાણે આજે નહી તો કાલે અધર્મ નુ મારણ છે...

વાનર સેના વીણ કંઈ સમુદ્ર પાર થાય નહી...
અજેય કિલ્લા મા એક ઈંટનુ મહત્વ ઓછું અંકાય નહી...

કુંભકર્ણ ભ્રાત્ર પ્રેમ નુ ઉત્તમ દ્રષ્ટાંત છે...
રામ સાથે યુદ્ધ કર્યું , એ સન્માન જગે મરણોપરાંત છે...


વિભીષણ પોતેજ ધર્મ અને સત્ય સનાતન છે...
કાયમ સાથે રાખો , નહીતો નક્કી પતન છે...

મેધનાદ અપાર શક્તિ અને અહમ નુ પ્રતિક છે..
હવે પાછુ વળવુ શક્ય નથી , એ એકતરફી પથીક છે...

સતી છે , પતિવ્રતા છે સ્વભિમાની છે...
તોયે રડે રાતા અશ્રુ, મંદોદરી ને શું કામની લંકા સોનાની છે...?

યુદ્ધ એક ભયાનક અકલ્પનિય દાવાનળ છે...
લગાડે એ પોતે બળતો , બળતા નીર્દોષ ફુલ પણ છે...

સિતાજી જાણે સંસાર અંતે અગ્નિ પરીક્ષા છે...
ગમે તેટલુ સત્ય હોય અંતે એ શીક્ષા છે...

લવ-કુશ સત્ય જાણે, ધર્મ જાણે ગુણોના એ ધણી છે...
રાજકુંવરો હોવા છતાં સંપત્તિ સોગાદ મા ક્યાં મળી છે..?

મર્યાદાપુરૂષોતમ હોવા છતા જગત ઝેર પીવા પડે...
અમસ્તા ભગવાન થવાતું નથી , એના મોંધા મુલ દેવા પડે...

રામાયણ સહસ્ત્ર યુગો થી સહસ્ત્ર મોઢે વંચાતી આવી છે..
વર્ષોથી કાગળે સાચવી , ખાલી જીવવાની બાકી છે...

રામાયણ કંઈ ગાવાની ગાથા નથી...

Y d jadeja